કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં આ જાણકારી એક લેખિત સવાલના જવાબમાં આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે ASIને છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ સ્મારકોની પ્રવેશ-ટિકિટ વેચીને કેટલી રકમ મળી છે
તાજ મહલ
આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સંરક્ષિત સ્મારકોમાં આગરાના મોગલકાલીન તાજ મહલે નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦થી ૨૦૨૩-’૨૪ સુધીનાં પાંચ વર્ષમાં ટિકિટોના વેચાણના માધ્યમથી સૌથી વધારે ૨૯૭ કરોડ રૂપિયાની આવક મેળવી હતી.
કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં આ જાણકારી એક લેખિત સવાલના જવાબમાં આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે ASIને છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ સ્મારકોની પ્રવેશ-ટિકિટ વેચીને કેટલી રકમ મળી છે.
ADVERTISEMENT
આ સવાલના જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ટિકિટોના વેચાણથી આવકના મામલે વર્ષ ૨૦૧૯-’૨૦થી ૨૦૨૩-’૨૪ સુધી સતત પાંચ વર્ષ માટે તાજમહલ ટોચના સ્થાને રહ્યો હતો.

