સ્વિગીના વિશ્લેષણ મુજબ હૈદરાબાદના એક ગ્રાહકે ગયા વર્ષે સૌથી વધુ ૬ લાખ રૂપિયાની ઇડલી ઑર્ડર કરી હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફૂડ ડિલિવરી ઍપ સ્વિગીએ ગઈ કાલે એના સમગ્ર વર્ષની ડિલિવરીનું વિશ્લેષણ કરતાં એક નવી જ વાત સામે આવી હતી. સ્વિગીએ છેલ્લા એક વર્ષમાં ૩૩૦ લાખ પ્લેટ ઇડલીની ડિલિવરી કરી હતી. ૩૦ માર્ચ, ૨૦૨૨થી ૨૫ માર્ચ, ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન ડિલિવર કરાયેલી ઇડલીને ગણતરીમાં લેવાઈ હતી.
દેશમાં બૅન્ગલોર, હૈદરાબાદ અને ચેન્નઈમાં ઇડલીનો સૌથી વધુ ઑર્ડર મુકાય છે; ત્યાર બાદના ક્રમે દિલ્હી, કલકત્તા, કોચી, મુંબઈ, કોઇમ્બતુર, પુણે, વિઝાગ અને અન્ય શહેરો આવે છે. સ્વિગીના વિશ્લેષણ મુજબ હૈદરાબાદના એક ગ્રાહકે ગયા વર્ષે સૌથી વધુ ૬ લાખ રૂપિયાની ઇડલી ઑર્ડર કરી હતી. પરિવાર અને મિત્રો માટે તેમ જ બૅન્ગલોર, ચેન્નઈ જેવાં શહેરોમાં પ્રવાસ વખતે એમ બધું મળીને આ ગ્રાહકે કુલ ૮૪૨ પ્લેટ ઇડલી ઑર્ડર કરી હતી.