Supreme Court Verdict on Abrogation of Article 370: સુપ્રીમ કોર્ટની પાંચ-સભ્યની બંધારણીય પીઠે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બંધારણની કલમ 370ને રદ કરનારા કેન્દ્ર સરકારના નિર્ણયને જાળવી રાખ્યો છે.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
PM Modi On Article 370 Verdict સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યની બંધારણીય પીઠે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સંવિધાનની કલમ 370ને રદ કરનાર કેન્દ્ર સરકારના નિર્ણયને જાળવી રાખ્યો છે. કોર્ટના નિર્ણય પર પીએમ મોદી, જેપી નડ્ડા અને ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. પીએમ મોદીએ આજના નિર્ણયને ઐતિહાસિક જણાવ્યો છે.
Supreme Court Verdict on Abrogation of Article 370: સુપ્રીમ કોર્ટની પાંચ-સભ્યની બંધારણીય પીઠે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બંધારણની કલમ 370ને રદ કરનારા કેન્દ્ર સરકારના નિર્ણયને જાળવી રાખ્યો છે.
ADVERTISEMENT
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પીએમ મોદી, જેપી નડ્ડા અને ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ આજના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.
પીએમ મોદીએ નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
Supreme Court Verdict on Abrogation of Article 370: પીએમ મોદીએ એક્સ પર લખ્યું- `આર્ટિકલ 370ને રદ કરવા માટે મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે. જે ઑગસ્ટ, 2019ને ભારતની સંસદ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે જાળવી રાખે છે. આ જમ્મૂ, કાશ્મીર અને લદ્દાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાન અને એકતાના મૂળ સારને મજબૂત કર્યો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે અન્ય બધી વસ્તુઓથી ઉપર માનીએ છીએ.`
`અમારી પ્રતિબદ્ધતા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોના સપનાને સાકાર કરવાની`
Supreme Court Verdict on Abrogation of Article 370: તેમણે વધુમાં કહ્યું કે હું જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારા સપનાને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિના લાભો માત્ર તમારા સુધી જ નહીં પરંતુ આપણા સમાજના સૌથી વધુ સંવેદનશીલ અને વંચિત વર્ગો સુધી પણ પહોંચે જેઓ કલમ 370ને કારણે ભોગ બન્યા છે. આજનો નિર્ણય માત્ર કાયદાકીય નિર્ણય નથી. તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના આપણા સામૂહિક સંકલ્પનો પુરાવો છે.
અમિત શાહે SCના નિર્ણયને આવકાર્યો
Supreme Court Verdict on Abrogation of Article 370: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે X પર લખ્યું, `હું કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખતા ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું.
તેમણે કહ્યું કે 5 ઑગસ્ટ, 2019ના રોજ પીએમ મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો દૂરદર્શી નિર્ણય લીધો હતો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ છે. હિંસાગ્રસ્ત ખીણમાં વિકાસે માનવ જીવનને નવો અર્થ આપ્યો છે. પ્રવાસન અને કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રહેવાસીઓની આવકના સ્તરમાં વધારો કર્યો છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.
ભાજપે પણ કર્યું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત- નડ્ડા
Supreme Court Verdict on Abrogation of Article 370: તે જ સમયે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે લખ્યું - `ભાજપ કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કલમ 370 અને 35Aને દૂર કરવાના નિર્ણય, તેની પ્રક્રિયા અને ઉદ્દેશ્યને યથાવત રાખ્યો છે. પીએમ મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે, તેના માટે હું અને અમારા કરોડો કાર્યકરો વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ.
મહારાજા હરિસિંહના પુત્રએ શું કહ્યું?
Supreme Court Verdict on Abrogation of Article 370: સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસના નેતા અને મહારાજા હરિ સિંહના પુત્ર કરણ સિંહે સ્વાગત કર્યું હતું. હું આ નિર્ણયને આવકારું છું. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જે કંઈ થયું તે બંધારણીય રીતે માન્ય છે. હું પીએમ મોદીને રાજ્યનો દરજ્જો જલદી પુનઃસ્થાપિત કરવા વિનંતી કરું છું.
જમ્મુ અને કાશ્મીરના લોકોને વહેલી તકે મળવો જોઈએ મતદાનનો - ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, `અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે અમે તેનું સમર્થન કર્યું હતું. અમે આશા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો બીજો આદેશ કે આગામી સપ્ટેમ્બર સુધીમાં ત્યાં ચૂંટણી યોજવી જોઈએ, તે શક્ય તેટલી વહેલી તકે થાય. ત્યાંના લોકોને ખુલ્લી હવામાં મતદાન કરવાની તક મળશે. જો PoK પણ ચૂંટણી પહેલા આવે છે, તો સમગ્ર કાશ્મીરમાં ચૂંટણી થશે અને દેશનો એક ભાગ અકબંધ રહેશે.
કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરમાં વહેલી તકે કરાવવી જોઈએ ચૂંટણી - અધીર રંજન
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી કરાવવી જોઈએ અને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પુનઃસ્થાપિત કરવો જોઈએ.
આ નેતાઓએ વ્યક્ત કરી નારાજગી
Supreme Court Verdict on Abrogation of Article 370: જો કે કેટલાક નેતાઓએ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છીએ.
તે જ સમયે, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું નિરાશ છું, પરંતુ સંઘર્ષ ચાલુ રહેશે.
હિંમત હારશો નહીં, આશા ગુમાવશો નહીં - મહેબૂબા મુફ્તી
Supreme Court Verdict on Abrogation of Article 370: પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદીને કાયદેસર ઠેરવતા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હિંમત હારશો નહીં, આશા ગુમાવશો નહીં, જમ્મુ-કાશ્મીરે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય મુશ્કેલ સીમાચિહ્નરૂપ છે, તે મંજિલ નથી. અમારા વિરોધીઓ ઈચ્છે છે કે અમે આશા છોડી દઈએ અને આ હાર સ્વીકારીએ, આ અમારી હાર નથી પરંતુ દેશના ધીરજની હાર છે.
સુપ્રીમ કૉર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી અસદુદ્દીન ઓવૈસી
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "અમે આ નિર્ણયથી સંતુષ્ટ નથી, કાશ્મીર હંમેશાથી ભારતનો એક અતૂટ ભાગ રહ્યો છે. હવે આગામી દિવસોમાં ભાજપને કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈને કેન્દ્ર શાષિત પ્રદેશ બનાવતા કોઈ નહીં અટકાવી શકે. આનું નુકસાન સૌથઈ વધારે ડોગરા અને લદ્દાખના બુદ્ધિસ્ટોને થશે."