લ્હી હાઈ કોર્ટે શુક્રવારે જામીન આપવાના ચુકાદા પર સ્ટે આપીને બેઉ પક્ષોને સોમવાર સુધીમાં તેમની દલીલો આપવા જણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ
દિલ્હી એક્સાઇઝ પૉલીસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હીની નીચલી અદાલતે જામીન આપ્યા હતા, પણ હાઈ કોર્ટે શુક્રવારે એના પર સ્ટે લગાવી દીધો હતો. આ સ્ટેને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે અસામાન્ય ગણાવ્યો હતો. આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી બુધવાર ૨૬ જૂને થશે.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈ કોર્ટના સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને રાહત માગી હતી, પણ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચના જસ્ટિસ મનોજ મિશ્રા અને એસ. બી. એન. ભટ્ટીએ કહ્યું હતું કે હાઈ કોર્ટનો ચુકાદો આવવા દો, એ પછી બુધવારે અમે સુનાવણી કરીશું.
ADVERTISEMENT
આ મુદ્દે જસ્ટિસ મનોજ મિશ્રાએ કહ્યું હતું કે સ્ટેના મામલે ઑર્ડર અનામત રાખવામાં આવતા નથી, એ તરત મંજૂર કરવામાં આવે છે; આ કેસમાં જે બન્યું છે એ અસામાન્ય છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના વકીલ એ. એસ. જી. રાજુએ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે હાઈ કોર્ટ એના સ્ટે ઑર્ડરના ચુકાદા મુદ્દે સુનાવણી કરવાની છે. દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે જામીન આપવાના ચુકાદા પર સ્ટે આપીને બેઉ પક્ષોને સોમવાર સુધીમાં તેમની દલીલો આપવા જણાવ્યું હતું.