ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો દરમ્યાન બિલ્કિસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેના ફૅમિલી મેમ્બર્સની હત્યાના કેસમાં ગયા વર્ષે ૧૧ દોષીઓને સમય કરતાં વહેલા મુક્ત કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિલ્કિસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુનાવણી નવમી મે સુધી મોકૂફ રાખી હતી. ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો દરમ્યાન બિલ્કિસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેના ફૅમિલી મેમ્બર્સની હત્યાના કેસમાં ગયા વર્ષે ૧૧ દોષીઓને સમય કરતાં વહેલા મુક્ત કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા જસ્ટિસ કે. એમ. જોસેફ અને બીવી નાગરત્નાની બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે તેઓ અદાલતના ૨૭ માર્ચના આદેશની સમીક્ષા માટે અરજી દાખલ કરી રહ્યા નથી. આ આદેશમાં દોષીઓને મુક્ત કરવાના સંબંધમાં ઓરિજિનલ રેકૉર્ડ્સ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.