હવે આ કેસમાં સપ્ટેમ્બર મહિનામાં વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે
નીતીશ કુમાર
બિહારમાં પછાત વર્ગો માટે આરક્ષણ વધારીને ૬૫ ટકા કરવાના નીતીશ કુમાર સરકારના આદેશ પર ૨૦ જૂને પટના હાઈ કોર્ટે લગાવેલા સ્ટેને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કાયમ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પટના હાઈ કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ કેસમાં સપ્ટેમ્બર મહિનામાં વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગયા વર્ષે બિહાર સરકારે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાનોમાં પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ (SC અને ST) વર્ગના લોકો માટે આરક્ષણ ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં જાતિગત સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવાયો હતો.