ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડે ફાસ્ટર 2.0 પૉર્ટલ લૉન્ચ કર્યું છે
પ્રતીકાત્મક તસવીર
અદાલતોની કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડે ફાસ્ટર 2.0 પૉર્ટલ લૉન્ચ કર્યું છે. નવું પૉર્ટલ કેદીઓની મુક્તિને સંબંધિત અદાલતના આદેશની જાણકારી જેલ ઑથોરિટી, ટ્રાયલ કોર્ટ અને હાઈ કોર્ટ સુધી તરત પહોંચાડશે. એનાથી કેદીઓની મુક્તિમાં લાગતો સમય બચી જશે. અત્યારની વ્યવસ્થામાં જેલમાંથી મુક્તિમાં ખાસ્સો સમય લાગે છે અને નવું પૉર્ટલ લૉન્ચ થયા બાદ એ સમય ઘટશે અને કેદીઓની તરત મુક્તિ શક્ય બનશે.
ચન્દ્રચૂડે કહ્યું હતું કે અમે એક પૉર્ટલ લૉન્ચ કરી રહ્યા છીએ. જ્યાં કોઈ વ્યક્તિની મુક્તિના જુડિશ્યલ ઑર્ડરનો તરત અમલ કરવા માટે જેલો, ટ્રાયલ કોર્ટ અને હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નોંધપાત્ર છે કે જુડિશ્યલ પ્રોસેસમાં ટેક્નૉલૉજી પર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે.