નિવૃત્તિ સમયે સુપ્રીમ કોર્ટના જજ થયા ઇમોશનલ
મુકેશકુમાર રસિકભાઈ શાહ
સુપ્રીમ કોર્ટના ચોથા ક્રમાંકના સૌથી સિનિયર જસ્ટિસ મુકેશકુમાર રસિકભાઈ શાહ ગઈ કાલે પોતાની નોકરીના છેલ્લા દિવસે કોર્ટ રૂમમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે હું નિવૃત્તિ લઉં એવી વ્યક્તિ નથી. મારા જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરીશ. પોતાના પ્રવચનના અંતે તેમણે રાજકપૂરની ફિલ્મનું ગીત ‘જીના યહાં, મરના યહાં’ની પંક્તિઓ ટાંકી હતી. તેમના વિદાય સમારોહના કાર્યક્રમની અધ્યક્ષતા કરનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે જસ્ટિસ શાહ સાથે હું લાંબા સમયથી જોડાયેલો છું. કોવિડના મુશ્કેલ સમયમાં અમે સાથે હતા. જસ્ટિસ શાહનો જન્મ ૧૯૫૮ની ૧૬ મેએ થયો હતો. તેણે ૧૯૮૨ની ૧૯ જુલાઈથી ગુજરાત હાઈ કોર્ટમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૪ની સાતમી માર્ચે તેમને ગુજરાત હાઈ કોર્ટના ઍડિશનલ જજ અને ૨૦૦૫ની ૨૨ જૂને કાયમી જજ નીમવામાં આવ્યા હતા.