નવું બનેલું શિશુગૃહ ૪૫૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે
લાઇફ મસાલા
ઘોડિયાઘર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ગુરુવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે મૉડર્ન અને સુવિધાઓથી સજ્જ શિશુગૃહનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટના પરિસરમાં ઘોડિયાઘર હતું જ, પણ એ ૧૯૮ સ્ક્વેર મીટરનું હતું, જ્યારે નવું બનેલું શિશુગૃહ ૪૫૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે અને સ્ટાફનાં લગભગ ૧૦૦થી વધુ બાળકો અહીં દિવસે રહી શકે એમ છે. સુપ્રીમ કોર્ટમાં આશરે ૨૫૦૦ લોકોનો સ્ટાફ છે. નવા ઘોડિયાઘરના લોકાર્પણ પ્રસંગે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘કોર્ટના સ્ટાફની યુવાન મહિલાઓ અને મહિલા વકીલોને આનાથી કામ કરવામાં સરળતા રહેશે. અહીં તેમનાં નાનાં બાળકો માટે રમવા, જમવા અને સૂવાની વ્યવસ્થા છે.’