સમલૈંગિક વિવાહ મામલે 5 જજની સંવિધાન પીઠ (Constitution Bench) સુનાવણી કરશે. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે હવે આ મામલે 18 એપ્રિલના રોજ લાઈવ સ્ટ્રીમિંગ થશે.
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
સમલૈંગિક વિવાહ મામલે 5 જજની સંવિધાન પીઠ (Constitution Bench) સુનાવણી કરશે. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે હવે આ મામલે 18 એપ્રિલના રોજ લાઈવ સ્ટ્રીમિંગ થશે. ચીફ જસ્ટિસની આગેવાનીવાળી ત્રણ જજની પીઠે આને સંવિધાન પીઠ પાસે મોકલવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના હલફનામા પર જવાબ દાખલ કરવા માટે અરજીકર્તાઓને ત્રણ અઠવાડિયા આપવામાં આવ્યા. અરજીઓનો વિરોધ કરતા કેન્દ્રએ સુપ્રીમ કૉર્ટને કહ્યું કે તે `સામાજિક નૈતિકતા અને ભારતીય લોકાચારને અનુરૂપ નથી.`
સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે અમારા હલફનામામાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય વૈધાનિક અને વ્યક્તિગત કાયદાના સાશનમાં વિવાહની સમજ" માત્ર એક જૈવિક પુરુષ અને જૈવિક મહિલા વચ્ચેના વિવાહને સંદર્ભિત કરે છે. આમાં કોઈપણ હસ્તક્ષેપ વ્યક્તિગત કાયદા અને સ્વીકૃત સમાજિક મૂલ્યોના નાજુક સંતુલનનું પૂર્વ વિનાશ સર્જાશે.
ADVERTISEMENT
કાયદામાં પતિ-પત્નીની જૈવિક પરિભાષા નક્કી : કેન્દ્ર
હલફનામામાં સરકારે કહ્યું કે સુપ્રીમ કૉર્ટ અને હાઈકૉર્ટે પોતાના અનેક નિર્ણયોમાં વ્યક્તિગત સ્વતંત્રતાની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. આ નિર્ણયના આધારે પણ આ અરજી ફગાવી દેવી જોઈએ કારણકે તેમાં સુનાવણી કરવા માટે કોઈ તથ્ય નથી. મેરિટના આધારે પણ તેને ફગાવી દેવી યોગ્ય છે.
આ પણ વાંચો : Mumbaiનું CSMIA બન્યું બીજા નંબરનું વ્યસ્ત ઍરપૉર્ટ, 8 મિલિયનથી વધુએ કરી યાત્રા
સરકારે કહ્યું કે કાયદા પ્રમાણે સમલૈંગિક વિવાહને માન્યતા ન આપવામાં આવી શકે કારણકે તેમાં પતિ અને પત્નીની પરિભાષા જૈવિક રીતે પણ આપવામાં આવી છે. તેના પ્રમાણે બન્નેનાં કાયદાકીય અધિકાર પણ છે. સમલૈંગિક વિવાહમાં વિવાદની સ્થિતિમાં પતિ અને પત્નીને કેવી રીતે અલગ-અલગ માનવામાં આવી શકશે?