આ SITમાં રાજકીય પશ્ચાદ્ભૂમિ ધરાવતા લોકોને સામેલ કરવામાં નહીં આવે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ચરબીયુક્ત ઘી વપરાતું હોવાના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કરેલા આરોપ બાદ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આ કેસમાં તપાસ કરવા માટે પાંચ સભ્યોની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નિયુક્ત કરી છે.
આ મુદ્દે જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે આ SITમાં રાજકીય પશ્ચાદ્ભૂમિ ધરાવતા લોકોને સામેલ કરવામાં નહીં આવે, અમારે આને પૉલિટિકલ ડ્રામા બનાવવો નથી.
ADVERTISEMENT
આ SITમાં આંધ્ર પ્રદેશ પોલીસના બે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના બે અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)નો એક અધિકારી સામેલ રહેશે. CBIના ડિરેક્ટર આ SITની કાર્યવાહીને મૉનિટર કરશે.