અગાઉ હાઈ કોર્ટે પણ મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો : હાઈ કોર્ટે કહ્યું હતું કે મંદિર તોડી પાડવામાં આવશે તો ભગવાન શિવ પણ ખુશ થશે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખીને યમુના નદીના ફ્લડપૅન્સમાં બાંધવામાં આવેલા શિવમંદિરને તોડવાની મંજૂરી આપી હતી. આ બાબત જસ્ટિસ પી. વી. સંજય કુમાર અને જસ્ટિસ ઑગસ્ટીન જ્યૉર્જ મસીહની વેકેશન બેન્ચ સમક્ષ આવી હતી અને તેમણે કહ્યું હતું કે હાઈ કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી.
જસ્ટિસ કુમારે પ્રાચીન શિવમંદિર અવામ અખાડા સમિતિને સવાલ કર્યો હતો કે ‘યમુના નદીના પૂરનાં પાણી જ્યાં ભરાય છે એવા સ્થાને તમારો અખાડો કેવી રીતે હોઈ શકે? અખાડા તો મોટા ભાગે હનુમાન મંદિર સાથે સંકળાયેલા હોય છેને?’
ADVERTISEMENT
આ શિવમંદિર ગીતા કૉલોનીમાં તાજ એન્ક્લેવ પાસે છે અને એને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨૯ મેએ દિલ્હી હાઈ કોર્ટે આપેલા ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે ‘ભગવાન શિવને કોર્ટના પ્રોટેક્શનની જરૂર નથી, એ તો આપણે માણસો ભગવાન શિવ પાસે સુરક્ષા અને આશીર્વાદ માગીએ છીએ. યમુના નદીના ફ્લડપૅન્સમાં ઊભાં થયેલાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણો દૂર કરવામાં આવશે તો ભગવાન શિવ પણ ખુશ થશે.’