Sukhbir Singh Badal Attack: તેઓ સુવર્ણ મંદિરની બહાર સેવા બજાવી રહ્યા હતા. આ જ સમયે તેમની પર ફાયરિંગની ઘટના બની હતી. આરોપી પક પાડવામાં આવ્યો છે.
સુખબીર સિંહ બાદલ અને તેમની પર થયેલ ગોળીબારની ઘટનાના વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પંજાબમાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં અમૃતસરના સુવર્ણ મંદિરમાં શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર ગોળીબાર (Sukhbir Singh Badal Attack) કરવામાં આવ્યો છે.
એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ સુવર્ણ મંદિરની બહાર સેવા બજાવી રહ્યા હતા. આ જ સમયે તેમની પર ફાયરિંગની ઘટના (Sukhbir Singh Badal Attack) બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર શખ્સ ગોળીબાર કરે એની પહેલા જ તેને ત્યાં હાજર જવાનોએ પકડી પાડ્યો હતો. આમ સુખબીર બાદલ પર તે હુમલો કરવામાં નિષ્ફળ ગયો હતો.
ADVERTISEMENT
આજે સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સુખબીર સિંહ બાદલ ઘંટાઘર તરફના શ્રી હરમંદિર સાહિબના ગેટ પાસે હતા. તેઓ આ સમયે રખેવાળી કરી રહ્યા હતા ત્યારે આ શખ્સે આવીને પોતાની પોકેટ પિસ્તોલમાંથી ગોળીઓ છોડી હતી. જોકે, આ ગોળીઓ સુખબીર બાદલની નજીકથી પસાર થઈને દીવાલ સાથે અથડાઇ હતી.
તમને જણાવી દઈએ કે અત્યારે અકાલ તખ્ત સાહિબએ સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તેમના પર ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સજામાં તેઓ ગુરુદ્વારામાં સેવા કરી રહ્યા છે. તેઓએ વાસણ પણ સાફ કર્યા હતા અને તેઓ ટોઈલેટ્સ પણ સાફ કરશે. અત્યારે જ્યારે તેઓ રખેવાળી કરી રહ્યા હતા ત્યારે આ બીના બની હતી.
View this post on Instagram
કોણ છે આ ગોળીબાર કરનાર શખ્સ?
સુવર્ણ મંદિરના પરિસરમાં સુખબીર બાદલ પર જેણે ગોળીબાર (Sukhbir Singh Badal Attack) કરવાનો પ્રયાસ કર્યો હતો તે શખ્સનું નામ નારાયણ સિંહ ચૌરા તરીકે સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં જોવા મળે છે કે તેના હાથમાં પિસ્તોલ છે અને સુખબીર સિંહ પર તાકે છે, ખાલિસ્તાની આતંકવાદી તરીકે આ નારાયણ સિંહ ચૌરાને પકડી પાડવામાં આવ્યો છે.
Sukhbir Singh Badal Attack: તમને જણાવી દઈએ કે નારાયણ સિંહ ચૌરા બબર ખાલસા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે. આ પહેલા પણ તે ચંદીગઢની બુરેલ જેલબ્રેક કેસમાં આરોપી ઠર્યો હતો. વર્ષ 2004માં જેલ તોડીને ચાર ખાલિસ્તાની આતંકવાદીઓ નાસી ગયા હતા ત્યારે તેની પર આ ઘટનામાં આતંકવાદીઓની મદદ કરી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય સુધી જેલવાસ ભોગવીને પછી જામીન પર તે છૂટયો હતો. આમ ક્રાઇમના અનેક કેસ તેની પર છે. લગભગ એક ડઝન જેટલા ક્રાઇમ કેસ તેની પર નોંધાયેલા છે.
હવે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે ડૉ.દલજીત સિંહ ચીમાથી લઈને બિક્રમ સિંહ મજીઠિયા સુધીના પાર્ટી નેતાઓએ પંજાબની આપ સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે જ આ દર્દનાક ઘટનાને લઈને પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નબળી દશા થઈ હોવાની વાતોએ પણ વેગ પકડ્યો છે.