રાજ્યમાં છેલ્લા બે દિવસથી લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા માટે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ મૈતેઇ અને કુકી સમાજના પ્રતિનિધિઓ સાથે અમિત શાહને મળ્યા હતા.
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરમાં હિંચા આચરનારાઓ સામે આકરાં પગલાં લેવાની સૂચના આપી હતી તેમ જ રાજ્યમાં શાંતિ સ્થાપવા જરૂરી તમામ પગલાં લેવા માટે રાજ્ય સરકારને તમામ સહાય કરવાની ખાતરી આપી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા માટે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ મૈતેઇ અને કુકી સમાજના પ્રતિનિધિઓ સાથે અમિત શાહને મળ્યા હતા. મૈતેઇ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના વિરોધમાં ત્રીજી મેએ ૧૦ જિલ્લાઓમાં એક એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં ૭૩ લોકો માર્યા ગયા હતા.