ઘર હોટેલ પછી હવે જંગલોમાં પણ સેક્સ રેકેટ ચાલવા લાગ્યું છે. નેશનલ હાઈવે સાથે સંલગ્ન જંગલોમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. લુધિયાના જાલંધર બાયપાસ નજીક કેટલીક મહિલાઓ જંગલોમાં દેહવ્યાપાર કરતી કેમેરામાં કેદ થઈ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
‘Sting operation’ of sex racket: પંજાબના લુધિયાનામાં સેક્સ રેકેટનો ખરાબ ખેલ સામે આવ્યો છે. ઘર હોટેલ પછી હવે જંગલોમાં પણ સેક્સ રેકેટ ચાલવા લાગ્યું છે. નેશનલ હાઈવે સાથે સંલગ્ન જંગલોમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. લુધિયાના જાલંધર બાયપાસ નજીક કેટલીક મહિલાઓ જંગલોમાં દેહવ્યાપાર કરતી કેમેરામાં કેદ થઈ છે.
આ મહિલાઓ ગ્રાહકોને ફસાવવા માટે દલાલ પણ રાખ્યું છે. તો પોતે પણ હાઇવે પર યુવાનોને શિકાર બનાવવા માટે બેઠેલી જોઈ શકાય છે. જો કે, હાઈવે પર આ કોઈ નવો ધંધો નથી. આ ધંધો અનેક વર્ષોથી ચાલી રહ્યો છે અને આ ધંધામાં પોલીસ અને વન વિભાગના કર્મચારી પણ સંડોવાયેલા છે.
ADVERTISEMENT
જણાવવાનું કે મહિલાઓને ગ્રાહક હાઈવે પરથી પ્રવાસ કરનારા ટ્રક ડ્રાઈવર અને તેમની સાથે રહેનારા ખલાસી સગીર હોય છે. એટલું જ નહીં આ ધંધામાં લાગેલી કેટલીક મહિલાઓ જાતે જ ગ્રાહક શોધી લે છે. હાઈવે પર આ ગંદું કામ દિવસ અને રાત બન્ને સમયે ચાલતું રહે છે. તો ખાલી સુનસાન જગ્યા પર વાહન ચાલક મોજ મસ્તી માટે ડેરો જમાવે છે. જે રીતે જંગલોમાં અને બહાર દેહવ્યાપાર ચાલે છે અને આથી સ્પષ્ટ છે કે પોલીસની પણ મિલીભગતથી આ કારોબાર ફલીભૂત થઈ રહ્યો છે.
જંગલમાં લાગી પથારી
`Sting Operation` of sex racket: આ દેહવેપારના ધંધાના સ્ટિંગ ઑપરેશનમાં આ વાત સામે આવી છે કે મહિલાઓએ જંગલમાં પથારી સુદ્ધા કરી છે. જ્યાં શારીરિક સંબંધ બનાવવામાં આવે છે. જંગલમાં ગંદકી વચ્ચે પથારી કરીને મહિલાઓ લોકો સાથે દેહ વેપાર કરે છે. મહિલાઓ માટે આ જંગલ ખૂબ જ સુરક્ષિત છે, જ્યાં આજ સુધી પોલીસ પહોંચી નથી. અહીં મહિલાઓ માત્ર 200 રૂપિયામાં આ વેપાર કરે છે.
અહીં આ સેક્સ વર્કર પોતે માને છે કે જંગલમાં સેક્સ કરવું સરળ કામ નથી. પોલીસ કર્મચારીઓથી લઈને વનવિભાગ સુધી તેમણે સેટિંગ કરવી પડે છે. દરરોજ મોટરસાઇકલ પર આવનારા પોલીસ કર્મચારી તેમની પાસેથી 500થી 700 રૂપિયા લે છે. આ પૈસા દરમહિલા પ્રમાણે લેવામાં આવે છે. જંગલ સરકરાી છે, જે કારણે વન વિભાગના પણ એક કર્મચારી તેમની પાસેથી દરરોજના 200 રૂપિયા પ્રતિ મહિલાની વસૂલી કરે છે.
આ પણ વાંચો : યુવતીનું મર્ડર કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો
જંગલમાં લાગે છે યુવાનોની ભીડ
તો આસ પાસના લોકો પ્રમાણે જંગલમાં દરરોજ યુવાનોની ભીડ થાય છે. તેમણે અનેક વાર ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ તેમની સાથે દલાલ પણ ઝગડી પડે છે.

