જમ્મુ ઍન્ડ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી સન્ડે માર્કેટમાં ગઈ કાલે આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ-હુમલામાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ગ્રેનેડ હુમલા બાદ સર્ચ ઑપરેશન કરી રહેલા જવાનો. આ અટૅકમાં ઘાયલ થયેલા એક યુવાનને બાઇક પર લઈ જવામાં આવ્યો હતો (નીચે).
જમ્મુ ઍન્ડ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી સન્ડે માર્કેટમાં ગઈ કાલે આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ-હુમલામાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
શનિવારે જ સેનાના જવાનોની આતંકવાદીઓ સાથે થયેલી બે અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. પહેલું એન્કાઉન્ટર શ્રીનગરમાં અને બીજું અનંતનાગમાં થયું હતું. એમાં સુરક્ષા બળોએ પાકિસ્તાનથી ઑપરેટ કરતા લશ્કર-એ-તય્યબાના ટોચના કમાન્ડર ઉસ્માનનો ખાતમો બોલાવ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે સન્ડે માર્કેટમાં રેડિયો કાશ્મીર ક્રૉસિંગ પાસે ફ્લાયઓવર પરથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો જેની ઝપટમાં શૉપિંગ કરી રહેલા લોકો આવી ગયા હતા. આ હુમલા બાદ જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસથી વૅલીના અમુક ભાગમાંથી હુમલાઓ અને અથડામણના સમાચારો જ સાંભળવા મળી રહ્યા છે એવામાં આજે સન્ડે માર્કેટમાં ખરીદી કરવા આવેલા નિર્દોષ લોકો પર થયેલો ગ્રેનેડ-હુમલો બહુ જ હેરાન-પરેશાન કરી દેનારો છે. નિર્દોષ નાગરિકોને આ રીતે નિશાન બનાવવાની ઘટનાનું કોઈ પણ રીતે સમર્થન ન કરી શકાય. સિક્યૉરિટી ઑફિસરોએ આ રીતે થઈ રહેલા હુમલાઓને રોકવા માટે જે પણ જરૂરી હોય એ પગલાં લેવાં જોઈએ જેથી લોકો કોઈ પણ પ્રકારના ભય વગર જીવી શકે.’