બિહારમાં વિપક્ષી યુતિમાં ભલે ભંગાણ પડ્યું હોય પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને કૉન્ગ્રેસે ચૂંટણી જોડાણની જાહેરાત ગઈ કાલે કરી દીધી હતી.x
પ્રતીકાત્મક તસવીર
લખનઉ : બિહારમાં વિપક્ષી યુતિમાં ભલે ભંગાણ પડ્યું હોય પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને કૉન્ગ્રેસે ચૂંટણી જોડાણની જાહેરાત ગઈ કાલે કરી દીધી હતી. અખિલેશ યાદવે એક ટ્વીટ કરીને જણાવ્યું કે કૉન્ગ્રેસ સાથે ૧૧ મજબૂત સીટોથી અમારા સૌહાદપૂર્ણ ગઠબંધનની સારી શરૂઆત થઈ રહી છે. આ સિલસિલો જીતના સમીકરણ સાથે વધુ આગળ વધશે. અખિલેશ યાદવના એલાન બાદ હવે બધાની નજર ગઠબંધનનાં બીજાં જૂથો પર છે. બે દિવસ પહેલાં સમાજવાદી પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી જંગમાં ઊતરવાવાળા કેટલાક ઉમેદવારોનાં નામને લઈ જબરદસ્ત ચર્ચા થઈ રહી હતી. પાર્ટી સૂત્રો કહે છે કે કેટલીક સીટ માટે નામ ફાઇનલ થઈ ચૂક્યાં છે. જોકે હાલ એસપી અને કૉન્ગ્રેસ વચ્ચે કઈ-કઈ સીટને લઈ ગઠબંધન થયું એનો ખુલાસો થયો નથી. અખિલેશના ૧૧ સીટના એલાન બાદ યુપી કૉન્ગ્રેસ અસમંજસમાં છે. સીટોની વહેંચણીને લઈ યુપી કૉન્ગ્રેસના નેતાઓએ હાલ ચુપકીદી સાધી છે.

