પપ્પા આજે પણ રાતે બે વાગ્યા સુધી દરેક ઈ-મેઇલ ક્લિયર કરે છે એ વાત મારા માટે સૌથી મોટી પ્રેરણા
શુક્રવારે એક ઇવેન્ટમાં આકાશ અંબાણી.
રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના ચૅરમૅન આકાશ અંબાણીએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ક્લોઝ ફૅમિલીમાં કઈ રીતે તેમનો ઉછેર થયો અને એને કારણે તેમનામાં મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓ કઈ રીતે રોપાયાં એની વાતો કહી હતી અને સાથે જ પિતા મુકેશ અંબાણી તેમની પ્રેરણા હોવાનું જણાવ્યું હતું. જિયો કન્વેન્શન સેન્ટરમાં આ ઇન્ટરવ્યુ વખતે તેમની સાથે પત્ની શ્લોકા અને જોડકી બહેન ઈશા પણ હતી.
આકાશ અંબાણીએ કહ્યું હતું કે ‘મારા માટે જો સૌથી મોટી કોઈ પ્રેરણા હોય તો એ મારી ફૅમિલી જ રહી છે. અમે ૩૨ વર્ષ સુધી એક છત હેઠળ જ રહ્યા છીએ, ખાસ કરીને મારાં માતા-પિતા જ મારા માટે પ્રેરણારૂપ રહ્યાં.’
ADVERTISEMENT
પિતા મુકેશ અંબાણીની અનોખી કાર્યશૈલી વિશે જણાવતાં આકાશે કહ્યું હતું કે ‘આજની તારીખ સુધી, ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકા વિતાવ્યા બાદ પણ મારા પિતા મુકેશ અંબાણી તેમને આવેલી દરેક ઈ-મેઇલ રાતે બે વાગ્યા સુધી જાગીને પણ ક્લિયર કરે છે, આ બાબતો છે જે પ્રેરણારૂપ બને છે.’

