AAPના નેતા અને લોકસભાના ઉમેદવાર સોમનાથનો અજબ દાવો
સોમનાથ ભારતી
શનિવારે જાહેર થયેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને સ્પષ્ટ બહુમત મળશે એવું તારણ અપાયું હતું. જોકે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અને નવી દિલ્હી લોકસભા બેઠકના પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતીનું કહેવું છે કે મંગળવારે મતગણતરી થશે ત્યારે એક્ઝિટ પોલનાં તારણો ખોટાં પુરવાર થશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે તો હું માથું મૂંડાવી દઈશ. તેમણે દિલ્હીની તમામ સાત લોકસભા સીટ કૉન્ગ્રેસ અને AAP જીતશે એવો પણ દાવો કર્યો હતો.