15 દિવસમાં બીજીવાર ગ્રહણ લાગશે. આવતી કાલે એટલે કે 10 જુને સુર્યગ્રહણ થશે, જેની ભારતમાં અસર થશે નહી.
પ્રતિકાત્મક ફોટો
ચંદ્રગ્રહણ બાદ હવે 10 જુને એટલે કે આવતી કાલે સૂર્યગ્રહણ થનાર છે. ગત 26 મે ના રોજ ચંદ્રગ્રહણ લાગ્યું હતું. જેના 15 દિવસ બાદ હવે સૂર્યગ્રહણ થશે. 10 અથવા 15 દિવસ દરમિયાન જ્યારે બે ગ્રહણ જલદી આવે તો તેની અસર દેશ દૂનિયા પર વધારે પડે છે.
શાસ્ત્રો અનુસાર જ્યારે ટૂંક સમયમાં જ બે ગ્રહણ લાગે તો પ્રાકૃતિક આપત્તિઓ આવી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક રિસર્ચ કરતાં હોય છે. ગ્રહણના પ્રભાવથી વ્યક્તિનું મન નબળુ થઈ શકે છે અને આત્મવિશ્વાસ ઘટી શકે છે. જેને કારણે જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન રાજનીતિક ઉથલ પાથલ પણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ગ્રહણની અસર પ્રકૃતિ, મનુષ્યો અને જીવજંતુ પર પડે છે. જોકે આવતી કાલે થનાર સુર્યગ્રહણથી આપણે ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. જોકે અરુણાચલ પ્રદેશના કેટલાક વિભાગમાં દેખાઈ શકે છે.