Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોશિયલ મીડિયા પર વાયરલ અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની ધમકી? માતાએ કર્યો દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની ધમકી? માતાએ કર્યો દાવો

Published : 29 October, 2024 06:12 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Social Media Influencer Abhinav Arora gets death threat: અનેક યુટ્યુબર્સે દાવો કર્યો હતો કે વાસ્તવમાં અભિનવના પિતા તેને આ બધું કરવા મજબૂર કરી રહ્યા હતા. અભિનવ અરોરાના ઈન્સ્ટાગ્રામ પર 9.5 લાખ ફોલોઅર્સ છે.

અભિનવ અરોરા (તસવીર: સોશિયલ મીડિયા)

અભિનવ અરોરા (તસવીર: સોશિયલ મીડિયા)


સોશિયલ મીડિયા પર બાળ સંત તરીકે પ્રખ્યાત અને વાયરલ થયેલા અભિનવ અરોરા (Social Media Influencer Abhinav Arora gets death threat) છેલ્લા થોડા સમયથી વિવાદમાં ફસાયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર અભિનવના અનેક વીડિયો વાયરલ થયા છે અને હવે તેને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે પણ હવે તેની માતાએ એવો દાવો કર્યો છે કે તેમના દીકરાને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.


લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એવી અભિનવના પરિવારે સોમવારે આ દાવો કર્યો હતો. અભિનવ અરોરાની માતા જ્યોતિ અરોરાએ કહ્યું કે તેના દીકરાએ ભગવાનની ભક્તિ સિવાય બીજું કંઈ કર્યું નથી. તો પછી તેને આવી ધમકીઓ કેમ આપવામાં આવી રહી છે? અગાઉ અમને એક ફોન આવ્યો હતો, જે મેં મિસ કર્યો હતો. આ પછી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ (Social Media Influencer Abhinav Arora gets death threat) તરફથી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અભિનવને મારી નાખશે. સોશિયલ મીડિયા દ્વારા પણ અમારા પરિવાર પર ઘણું દબાણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અભિનવ અરોરા આધ્યાત્મિક કન્ટેન્ટ ક્રિએટર છે. દિલ્હીનો રહેવાસી અભિનવ દસ વર્ષનો છે. તેનો દાવો છે કે તે ત્રણ વર્ષની ઉંમરથી ભક્તિના માર્ગે ચાલી રહ્યો છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhinav Arora (@abhinavaroraofficial)


હાલમાં સ્વામી રામભદ્રાચાર્યએ (Social Media Influencer Abhinav Arora gets death threat) અભિનવ અરોરાને તેમના પ્લેટફોર્મ પરથી નીચે ઉતરવાનો વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનવ સ્ટેજ પર ભક્તિ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. આ પછી અભિનવને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બાદ લોકો અભિનવની ભક્તિ અને આધ્યાત્મિકતા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો તેમની ભક્તિના પ્રદર્શન પાછળના હેતુ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તે બાદ રામભદ્રાચાર્યએ પણ અભિનવને સ્ટેજ પરથી નીચે ઉતારવાની વાત પર સ્પષ્ટતા કરી હતી.


અભિનવે એમ પણ કહ્યું હતું કે તે સાત યુટ્યુબર્સ (Social Media Influencer Abhinav Arora gets death threat) વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરશે. થોડા સમય પહેલા, એક યુટ્યુબરે બે વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તેણે બાળ સંત વિશે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે વાસ્તવમાં અભિનવના પિતા તેને આ બધું કરવા મજબૂર કરી રહ્યા હતા. અભિનવ અરોરાના ઈન્સ્ટાગ્રામ પર 9.5 લાખ ફોલોઅર્સ છે. પોતાના એકાઉન્ટ પર તે હિન્દુ તહેવારો પર ખાસ વીડિયો શેર કરે છે. તેમનો ગણેશ વિસર્જનનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ સિવાય તે મથુરા-વૃંદાવન અને અન્ય ધાર્મિક સ્થળો પર પણ વીડિયો બનાવે છે.

અભિનવ અરોરા બિઝનેસમેન અને TEDx સ્પીકર તરુણ રાજ અરોરાનો પુત્ર છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Social Media Influencer Abhinav Arora gets death threat) અભિનવને ભારતના સૌથી યુવા આધ્યાત્મિક વક્તા ગણાવ્યો છે. આ સિવાય ઘણા લોકો તેને પ્રેમથી બાળ સંત કહે છે અને તેને બલરામનું સ્વરૂપ ગણાવે છે. અભિનવ કહે છે કે તે શ્રી કૃષ્ણને તેના નાના ભાઈ તરીકે પૂજે છે. કેટલાક ઈન્ટરવ્યુમાં અભિનવે દાવો કર્યો હતો કે તેની દિનચર્યા એકદમ શિસ્તબદ્ધ છે. તે સવારે 3.30 વાગે ઉઠે છે અને પછી પોતાના ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2024 06:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK