આ પહેલાં નામિબિયન ચિત્તા સાશાનું ૨૭મી માર્ચે કિડનીની બીમારીને કારણે મૃત્યુ થયું હતું.
ફાઇલ તસવીર
સાઉથ આફ્રિકાથી મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં લાવવામાં આવેલા એક ચિત્તાનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનારો ચિત્તો ‘ઉદય’ છ વર્ષનો હતો. એક મહિનામાં કુનો નૅશનલ પાર્કમાં આ બીજી આવી ઘટના છે. આ પહેલાં નામિબિયન ચિત્તા સાશાનું ૨૭મી માર્ચે કિડનીની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ વાઇલ્ડલાઇફ જેએસ ચૌહાણે કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ઇન્સ્પેક્શન દરમ્યાન આ ચિત્તાની હાલત અત્યંત ખરાબ જણાઈ હતી. વેટરિનરિયન્સે સિનિયર અધિકારીઓને એના વિશે અલર્ટ કર્યા હતા. એને ટ્રીટમેન્ટ માટે લઈ જવાઈ રહ્યો હતો. કમનસીબે બપોરે ચાર વાગ્યે આ ચિત્તાનું મૃત્યુ થયું હતું.’