પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ઇઅર, નોઝ ઍન્ડ થ્રૉટ (ENT) સ્પેશ્યલિસ્ટ ડૉ. શેખર બંદોપાધ્યાયે તેમની ચેમ્બરની બહાર ભારતના રાષ્ટ્રીય ધ્વજ સાથે એક બોર્ડ લગાવી દીધું છે
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ઇઅર, નોઝ ઍન્ડ થ્રૉટ (ENT) સ્પેશ્યલિસ્ટ ડૉ. શેખર બંદોપાધ્યાયે તેમની ચેમ્બરની બહાર ભારતના રાષ્ટ્રીય ધ્વજ સાથે એક બોર્ડ લગાવી દીધું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દરેકે અને ખાસ કરીને બંગલાદેશી દરદીએ તેમને ત્યાં સારવાર લેતાં પહેલાં ભારતીય તિરંગાને પ્રણામ કરવાં પડશે.
આવી શરત મુદ્દે આ ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘બંગલાદેશમાં આપણા રાષ્ટ્રીય ધ્વજની સાથે જે હરકતો કરવામાં આવી રહી છે એ જોઈને મને ખૂબ દુ:ખ થાય છે. આપણા ધ્વજનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એક ડૉક્ટર તરીકે હું દરદીને સારવાર આપવાની ના પાડી શકું નહીં, પણ જે લોકો મારા દેશમાં આવે છે તેમણે તો મારા રાષ્ટ્રીય ધ્વજને આદર આપવો પડશે. એવું લાગી રહ્યું છે કે બંગલાદેશમાં તાલિબાની માઇન્ડસેટ ઘર કરી ગયું છે.’
ADVERTISEMENT
ડૉ. બંદોપાધ્યાય સિનિયર ENT સ્પેશ્યલિસ્ટ છે અને નૉર્થ બેન્ગૉલ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ENT વિભાગમાં સ્પેશ્યલ મેડિકલ-ઑફિસર તરીકે કામ કરે છે.
પશ્ચિમ બંગાળમાં ઘણા ડૉક્ટરોએ બંગલાદેશી દરદીઓની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો છે.