શ્રદ્ધાના આરોપી આફતાબ વતી દિલ્હીની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case)ના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawala)એ કોર્ટને કહ્યું છે કે તે જામીન અરજી દાખલ કરવા માગતો નથી. આફતાબની જામીન અરજી તેના વકીલ વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જે બાદ કોર્ટે કહ્યું કે આ માટે આફતાબની સંમતિ જરૂરી રહેશે. હવે આફતાબે વકીલ સાથે વાત કર્યા બાદ પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે.
શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
શ્રદ્ધાના આરોપી આફતાબ વતી દિલ્હી (Delhi)ની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આફતાબની સંમતિ માટે તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવે. આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે કોર્ટને કહ્યું કે તે તેના વકીલને મળવા માગે છે અને તે પછી જ જામીન અરજી દાખલ કરવા અંગે નિર્ણય લેશે. જે બાદ આફતાબે હવે કોર્ટને કહ્યું છે કે તે હાલમાં જામીન અરજી દાખલ કરવા માગતો નથી. આફતાબે ઈમેલ દ્વારા કોર્ટને જાણ કરી હતી કે તેણે `વકલત્નામા` પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તે જાણતો ન હતો કે તેના વકીલ તેના વતી જામીન અરજી દાખલ કરવાના છે.
સુનાવણી દરમિયાન આફતાબના વકીલે કહ્યું કે “સોમવારે આફતાબ સાથે 50 મિનિટ સુધી વાત કર્યા બાદ નક્કી થયું કે તે જામીન અરજી પાછી ખેંચી લેશે. આ સાથે વકીલે કોર્ટની માફી પણ માગી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હવેથી કોઈ મિસ કોમ્યુનિકેશન નહીં થાય. આખરે સાકેત કોર્ટે આફતાબને તેની જામીન અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
શ્રદ્ધાના પિતાના વકીલે આ માહિતી આપી હતી
સુનાવણી બાદ શ્રદ્ધાના પિતાના વકીલ સીમા કુશવાહાએ કહ્યું કે “આફતાબના વકીલે જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ આફતાબે તેના વકીલને જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થશે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.”
આ પણ વાંચો: કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ કરો અથવા ભારત જોડો યાત્રા સ્થગિત કરો
આફતાબ પર તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. આ મામલે પોલીસે આફતાબની ઘણી વખત પૂછપરછ કરી છે. આ સાથે તેનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. હાલમાં, પોલીસ આફતાબ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવા અને તેને સખત સજા આપવાનો પ્રયાસ કરી રહી છે.