Shocking Crime News: ડૉક્ટરોએ જોયું કે મોતીરામના ગુપ્તાંગમાંથી લોહી વહેતું હતું. તેને બચાવવાના પ્રયાસો છતાં, તેને થોડા સમય પછી મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ હૉસ્પિટલે સંયોગિતાગંજ પોલીસને આ બાબતની જાણ કરી. શરૂઆતમાં આ કેસને સંભવિત હત્યા તરીકે ગણી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં છેલ્લા અનેક સમયથી હત્યાના અનેક કેસ સામે આવ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેના મિત્રના શરીરમાં મશીનની મદદથી હવા ભરીને તેની હત્યા કરી દીધી. ૩૦ વર્ષીય મજૂરનું તેના મિત્રોએ મજાક તરીકે કોમ્પ્રેસરનો ઉપયોગ કરીને શરીરમાં હવા ભરી દેતા તેનું મોત થયું. આ ઘટના રવિવારે સવારે આઝાદ નગર વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ, પીડિત મજૂરની ઓળખ મોતીરામ તરીકે ઓળખાણ થઈ હતી, જે તીન ઈમલી પાલડાનો રહેવાસી હતો. તે જગન્નાથ દાળ મિલમાં કામ કરતો હતો. ફૅક્ટરી મેનેજરના જણાવ્યા મુજબ, કેટલાક સાથી કામદારોએ મજાક તરીકે મોતીરામના શરીરમાં કોમ્પ્રેસ્ડ ઍર ભરી કરી હતી. આ પછી તેની તબિયત બગડવા લાગી. આ વાતની જાણ થતાં એક ઈ-રિક્ષાએ તેને ગંભીર હાલતમાં MY હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે માણસ તેને લાવ્યો હતો તે હૉસ્પિટલ છોડીને ગયો અને પાછો ફર્યો નહીં.
ADVERTISEMENT
મિત્રોએ પીડિતના શરીરમાં કોમ્પ્રેસ્ડ ઍર ભરી કર્યું
ડૉક્ટરોએ જોયું કે મોતીરામના ગુપ્તાંગમાંથી લોહી વહેતું હતું. તેને બચાવવાના પ્રયાસો છતાં, તેને થોડા સમય પછી મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ હૉસ્પિટલે સંયોગિતાગંજ પોલીસને આ બાબતની જાણ કરી. શરૂઆતમાં આ કેસને સંભવિત હત્યા તરીકે ગણીને, પોલીસે તપાસ શરૂ કરી. તેમણે મોતીરામના પરિવાર અને સાથીદારોનો સંપર્ક કર્યો.
પૂછપરછ દરમિયાન, ફૅક્ટરીમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં, ઘટના જ્યાં બની તે ચોક્કસ સ્થળ કવર કરવામાં આવ્યું નહોતું હતું, તેથી આ કૃત્યનો વીડિયો રેકોર્ડ થયો ન હતો. પોલીસે ફૅક્ટરીમાંથી ડીવીઆર જપ્ત કર્યો છે અને સંડોવાયેલા લોકોની ઓળખ કરી રહી છે. મેનેજર ધીરજ લુવંશીની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, અને પોલીસે જણાવ્યું હતું કે જવાબદાર લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
કેરળમાં પણ બની હતી આવી જ વિચિત્ર ઘટના
કેરળના કાસરગોડમાં ૪૫ વર્ષનો એક માણસ દારૂના નશામાં ટલ્લી થઈને રોડના કિનારે પડી ગયો. દારૂના નશામાં તેને જરાય ભાન નહોતું રહ્યું ત્યારે રસ્તે રખડતા કેટલાક અવળચંડા પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરી. તેમણે નટ બોલ્ટ ફિટ કરીને પેનિસના ભાગને બાંધી દીધો. યુવાનોએ તેના પૈલા દારૂડિયાને ભાન આવ્યું અને ઊભો થઈને ઘરે જવા ગયો ત્યારે અચાનક જ તેને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો ઊપડ્યો. ખૂબ દારૂ પીધો હોવાથી તેને યુરિન પાસ કરવાની ઇચ્છા થઈ, પણ એનાથી તો અસહ્ય બળતરા ઊપડી. તેણે કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. બે દિવસ સુધી અસહ્ય પીડા ભોગવ્યા પછી ભાઈ ઘરે જઈને નટ-બોલ્ટ હોસ્પિટલ ગયા. ત્યાં સુધીમાં પ્રાઇવેટ પાર્ટ સૂજી જવાથી હાલત ઔર વણસી ગઈ હતી. ડોક્ટરોએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ બોલ્ટ કાઢવા માટે એને કાપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આખરે ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરોએ દરદીને ઍનેસ્થેસિયા આપીને બેહોશ કર્યો અને ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટના પાંચ નિષ્ણાતોએ મળીને બોલ્ટને કાપવાનું શરૂ કર્યું. ભારે મશીનો વાપરી શકાય એમ નહોતાં, કેમ કે જો સહેજ ચૂક થાય તો દરદીનું અંગ નકામું થઈ જાય એમ હતું. ધાતુ કાપવાના મશીનને કારણે આગની ચિનગારીઓ નીકળતી હતી એટલે સાથે-સાથે પાણી પણ રેડવામાં આવતું હતું જેથી ચામડી દાઝી જાય નહીં. લગભગ કલાકની મહેનત પછી બોલ્ટ કાપવામાં સફળતા મળી હતી.

