ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર જેવા પ્લેટફૉર્મ્સને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
તસવીર સૌજન્ય મિડ-ડે
કેન્દ્ર સરકાર (Centre Government)એ આજે (બુધવારે) પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને પત્ર લખીને પૂછ્યું કે શું તેમણે આજથી પ્રભાવમાં આવનારા નવા ડિજિટલ નિયમોનું પાલન કર્યું છે અને આ મામલે તેમણે આજથી જવાબ માગ્યો છે. ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર જેવા પ્લેટફૉર્મ્સને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેની માટે તેમણે ભારતમાં એક પાલન અધિકારી નિયુક્ત કરવા, ફરિયાદ પ્રતિક્રિયા તંત્ર સ્થાપિત કરવા અને કાયદાકીય આદેશના 36 કલાકની અંદર કહેવાતી સામગ્રી હટાવી દેવા માટે કહ્યું હતું.
ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય (Ministry of Electronic and Information Technology) (MeitY)એ મુખ્ય કંપનીઓ પાસેથી માહિતી માગી છે અને આ વાત પર દબાણ કર્યું છે કે કંપનીઓ આની પુષ્ઠિ કરે અને પોતાનો જવાબ વહેલીતકે અને સંભવતઃ આજે જ આપે.
ADVERTISEMENT
કંપનીઓને એક મુખ્ય અનુપાલન અધિકારી, એક નોડલ સંપર્ક વ્યક્તિ, એક રહેણાંક ફરિયાદ અધિકારી અને ભારતમાં કંપનીનું એક ભૌતિક સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપવાની રહેશે. મધ્યસ્થ દિશા-નિર્દેશો અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા કહે છે કે "મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થ" અથવા એવી સાઇટ્સ જે ત્રીજા પક્ષની માહિતી, સંદેશ અને પોસ્ટ હોસ્ટ કરે છે, જો તે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે, તો તે કેસ અને અભિયોજનની સુરક્ષા ગુમાવી દે છે.
આનો અર્થ છે કે મોટી ટેક કંપનીઓ હવે ફક્ત મધ્યસ્થ નહીં રહી શકે, જેણે તેમને યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટથી કાયદાકીય સુરક્ષા આપી છે. તેમને કોઇપણ પ્રકારના અન્ય પ્રકાશન મંચ તરીકે માનવામાં આવશે અને તેમના પર કાર્યવાહી થઈ શકે છે.
ફેસબૂક અને ગૂગલે કહ્યું તે આનું પાલન ચોક્કસ કરશે. ફેસબૂકે પણ એ જ કહ્યું કે તે કેટલાક એવા મુદ્દા પર ચર્ચા કરવા માગે છે. જેમાં વધુ જોડાણની જરૂર છે. ટ્વિટરે હાલ આ અંગે કોઇ જવાબ નથી આપ્યો. ટૂલકિટ વિવાદ પછી હવે સોશિયલ મીડિયા ફર્મ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની રડારમાં છે કારણકે ટ્વિટરે ભાજપ નેતાની એક પોસ્ટને `મેનિપ્યુલેટેડ મીડિયા` જાહેર કરી હતી.