Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Shaheed Diwas 2023: મહાત્મા ગાંધીના આ અમૂલ્ય વિચારો હંમેશા કરતાં રહેશે લોકોનું માર્ગદર્શન

Shaheed Diwas 2023: મહાત્મા ગાંધીના આ અમૂલ્ય વિચારો હંમેશા કરતાં રહેશે લોકોનું માર્ગદર્શન

Published : 30 January, 2023 09:31 AM | Modified : 30 January, 2023 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે બાપુ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ જીવંત છે, જે દેશવાસીઓને ઉત્સાહ, હિંમત અને સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


30 જાન્યુઆરી, વર્ષ 1948... દેશના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલો છે. આ દિવસે દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં નાથુરામ ગોડસે (Nathuram Godse) દ્વારા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની હત્યા કરવામાં આવી હતી. ભારતની આઝાદીમાં બાપુના યોગદાનને ભલા કોણ ભૂલી શકે. તે સમયે તેઓ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા. આ કારણોસર, તેમની પુણ્યતિથિને ભારતમાં શહીદ દિવસ (Shaheed Diwas 2023) તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે 30 જાન્યુઆરીએ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ (સેના, વાયુસેના અને નૌકાદળ) દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.


આજે બાપુ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ જીવંત છે, જે દેશવાસીઓને ઉત્સાહ, હિંમત અને સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.



  1. ક્ષમા એ મજબૂત વ્યક્તિની ઓળખ છે.
  2. પહેલા તેઓ તમારી અવગણના કરે છે, પછી તેઓ તમારા પર હસે છે, પછી તેઓ તમારી સાથે લડે છે અને ત્યારે તમે જીતી શકો છો.
  3. બુદ્ધિમાન માણસ કાર્ય કરતાં પહેલાં વિચારે છે અને મૂર્ખ કાર્ય કર્યા પછી.
  4. સુખ ત્યારે જ મળે છે જ્યારે તમે જે વિચારો છો, તમે જે કહો છો અને તમે જે કરો છો તેમાં સુમેળ હોય છે.
  5. કાં તો કોઈ પણ કામ પ્રેમથી કરો અથવા તો ક્યારેય ન કરો.
  6. વિશ્વાસને હંમેશા તર્કથી તોલવો જોઈએ,જ્યારે વિશ્વાસ આંધળો બને છે ત્યારે તે મરી જાય છે.
  7. ભય એ શરીરનો રોગ નથી, તે આત્માને મારી નાખે છે.
  8. જીવો તો એ રીતે કે જાણે તમે કાલે જ મરવાના છો, શીખો એ રીતે કે જાણે તમે કાયમ જીવવાના છો.
  9. ભૂલ કરવી એ પાપ છે, પણ તેને છુપાવવી એ મોટું પાપ છે.
  10. તમે દરરોજ તમારા ભવિષ્ય માટે તૈયારી કરો છો.

આ પણ વાંચો: વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભારતમાં આ તારીખો પર શહીદ દિવસ ઊજવવામાં આવે છે


30 જાન્યુઆરી - મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

14 ફેબ્રુઆરી - ગલવાન ખીણમાં શહીદ થયેલા 41 સૈનિકોની યાદમાં શહીદ દિવસ ઊજવવામાં આવે છે.

23 માર્ચ - આ દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી.

21 ઑક્ટોબર - પોલીસ શહીદ દિવસ અથવા પોલીસ સ્મારક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

24 નવેમ્બર - ગુરુ તેગ બહાદુરની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે, જેને 1674માં ઔરંગઝેબ દ્વારા ફાંસી આપવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK