Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક દિવસ પહેલાં હત્યાનો નિર્ણય કર્યો તો પંદર દિવસ પહેલાં છરો કેમ ખરીદ્યો?

એક દિવસ પહેલાં હત્યાનો નિર્ણય કર્યો તો પંદર દિવસ પહેલાં છરો કેમ ખરીદ્યો?

Published : 31 May, 2023 12:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાક્ષી મર્ડર-કેસમાં આરોપી સાહિલ ખાન સતત સ્ટેટમેન્ટ્સ બદલીને પોલીસને કન્ફ્યુઝ કરવાની કોશિશ કરી રહ્યો છે

સાક્ષી અને આરોપી સાહિલ

સાક્ષી અને આરોપી સાહિલ


દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં થયેલા સાક્ષી મર્ડર-કેસમાં સતત નવી જાણકારી બહાર આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલો આરોપી સાહિલ ખાન પોલીસ સમક્ષ આ મર્ડરને લઈને અલગ-અલગ થિયરી બતાવી રહ્યો છે. તે સતત પોલીસ સમક્ષ તેનાં સ્ટેટમેન્ટ્સ બદલી રહ્યો છે. આ રીતે તે પોલીસને કન્ફ્યુઝ કરવાની કોશિશ કરી રહ્યો છે. સોર્સિસ અનુસાર તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું છે કે આ મર્ડરના એક દિવસ પહેલાં સાક્ષી, તેની ફ્રેન્ડ ભાવના અને જબરુ નામના એક છોકરાએ તેને ધમકી આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે સાક્ષીની જબરુ નામના એક છોકરાની સાથે ફ્રેન્ડશિપ થઈ હતી. જબરુ એ એરિયાનો મસલમૅન છે. જબરુએ સાહિલને ધમકી આપી હતી કે તે સાક્ષીથી દૂર રહે. આ વાતથી સાહિલને ગુસ્સો આવ્યો હતો. એટલે તેણે સાક્ષીની હત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેનાં સ્ટેટમેન્ટ્સ કેટલાં સાચાં છે એની તપાસ કરવામાં આવી રહી છે. દરમ્યાન સાહિલને ગઈ કાલે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને બે દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.


૧૫ દિવસ પહેલાં શા માટે છરો ખરીદ્યો હતો?



આરોપી સાહિલનું કહેવું છે કે હત્યાના એક દિવસ પહેલાં તેની સાક્ષી અને તેના ફ્રેન્ડ્સની સાથે લડાઈ થઈ હતી. જેને કારણે તેણે સાક્ષીની હત્યા કરી હતી. જોકે સોર્સિસ અનુસાર પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે કે તેણે હત્યા માટે જે છરાનો ઉપયોગ કર્યો હતો એ તેણે ૧૫ દિવસ પહેલાં જ ખરીદ્યો હતો. હત્યા કર્યા બાદ તેણે રિઠાલા વિસ્તારમાં એ છરાને છુપાવ્યો હતો.


આ પણ વાંચો : Air India ફ્લાઇટમાં પહેલા અપશબ્દો પછી કર્યો હુમલો, ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

સાક્ષીના શરીર પર ઈજાનાં ૩૪ નિશાન


સાહિલે સાક્ષી પર છરા અને પથ્થરથી હુમલા કર્યા હતા. સાક્ષીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે સાહિલે તેને છરાથી ૧૬ વાર ઈજા પહોંચાડી હતી. આરોપીએ તેના ગળા પર છ વખત અને પેટ પર દસ વખત છરા ભોંક્યા હતા. ત્યાર બાદ પથ્થરથી સાક્ષીનું માથું કચડી નાંખ્યું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સાક્ષીના શરીર પર ઈજાનાં ૩૪ નિશાન મળ્યાં છે. 

જૂન ૨૦૨૧થી રિલેશનમાં હતાં સાક્ષી અને સાહિલ

સાહિલ અને સાક્ષી જૂન ૨૦૨૧થી રિલેશનમાં હતાં. સાહિલ પહેલાં સાક્ષીની ફ્રેન્ડશિપ પ્રવીણ નામના એક યુવકની સાથે હતી. તેનું એક વર્ષ પહેલાં પ્રવીણની સાથે બ્રેકઅપ થયું હતું. દિલ્હી પોલીસ અનુસાર શરૂઆતની તપાસમાં જાણકારી મળી છે કે સાહિલને શંકા હતી કે સાક્ષી અને પ્રવીણ ફરી રિલેશનશિપમાં છે. સાક્ષીએ પ્રવીણના નામનું ટેટુ પણ બનાવી લીધું હતું. સાક્ષીએ થોડાક દિવસ પહેલાં જ સાહિલની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. એને લઈને બન્ને વચ્ચે લડાઈ થઈ હતી. સાક્ષી સાહિલથી બ્રેકઅપ ઇચ્છતી હતી, જ્યારે સાહિલ સતત તેને મળવાની કોશિશ કરી રહ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 12:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK