આ સમારોહમાં ભારતના સૌથી અમીર મુકેશ અંબાણી અને બૉલીવુડના કિંગ ખાન સાથે બેઠા હતા
લાઇફમસાલા
શાહરુખ ખાન અને મુકેશ અંબાણી
રવિવારે સાંજે યોજાયેલી નરેન્દ્ર મોદીની શપથવિધિમાં દેશના ટોચના નેતાઓની સાથે બૉલીવુડની સેલિબ્રિટીઝ અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટો પણ હાજર રહ્યાં હતાં. આ સમારોહમાં ભારતના સૌથી અમીર મુકેશ અંબાણી અને બૉલીવુડના કિંગ ખાન સાથે બેઠા હતા અને તેમના હાથમાં ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ORS)નું ટેટ્રાપૅક જોવા મળ્યું હતું. દિલ્હીની ગરમીમાં સ્વસ્થ રહેવા માટે આવડી મોટી ઇવેન્ટમાં સેલિબ્રિટીઝને ઇલેક્ટ્રૉલાઇટ્સ મળે એવું સાદું અને સસ્તું પીણું પીતાં જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું.