Sexual Crime News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં એક બૅડમિન્ટન કોચ સામે 16 વર્ષની નાબાલિક બાળકીનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. બાળકીની ફરિયાદના આધારે પોલીસે આ કોચની પોક્સો (POCSO) કાયદા હેઠળ ગુરૂવારના રોજ ધરપકડ કરી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં એક બૅડમિન્ટન કોચ સામે 16 વર્ષની સગીર બાળકીનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. બાળકીની ફરિયાદના આધારે પોલીસે આ કોચની પોક્સો (POCSO) કાયદા હેઠળ ગુરૂવારના રોજ ધરપકડ કરી છે. આરોપી કોચે અનેક વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
દાદીના ફોનમાંથી મોકલી તસવીરો
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે બાળકીએ પોતાની દાદીનો મોબાઈલ લઈને એક અજાણ્યા નંબર પર પોતાની નગ્ન તસવીરો મોકલી હતી. દાદીએ તરત જ આ બાબત બાળકીના માતા-પિતાને જણાવી. જ્યારે માતાએ પુત્રીની પુછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે કોચે વધારે તાલીમ આપવાના બહાને તેનું યૌન શોષણ કરતો હતો તેણે આ વિશે કોઈને કંઈ ન કહેવાની ધમકી પણ આપી છે.
ADVERTISEMENT
ઘરમાં પણ દુષ્કર્મ આચર્યું
માતાએ તરત જ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. પોલીસને આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ બાળકી બે વર્ષ પહેલાં એક સ્પોર્ટ્સ સેન્ટરમાં બૅડમિન્ટનની તાલીમ લેવા જતી હતી. ત્યાંના કોચે તેનું યૌન શોષણ કર્યું. માત્ર તાલીમ દરમિયાન જ નહીં, આરોપી તેને પોતાના ઘરે લઈ જઈને પણ તેને યૌન શોષણનો શિકાર બનાવતો રહ્યો.
નગ્ન તસવીરો મંગાવતો હતો
માત્ર શોષણ જ નહીં, પરંતુ આરોપી કોચ બાળકી પાસેથી નગ્ન તસવીરો પણ મંગાવતો હતો. 30 માર્ચે પણ આરોપી કોચના કહેવા પર બાળકીએ તેની કેટલીક નગ્ન તસવીરો મોકલેલી હતી.
પોલીસે કરી ધરપકડ
ફરિયાદના આધારે પોલીસે આરોપી કોચને પકડવા માટે કાર્યવાહી કરી અને આખરે ગુરૂવારના રોજ તેને ધરપકડ કરી લીધી. પોલીસે જણાવ્યું છે કે આરોપી તમિલનાડુનો રહેવાસી છે. તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે આરોપી પાસેના મોબાઈલ ફોનમાં તપાસ દરમ્યાન અન્ય છોકરીઓની પણ નગ્ન તસવીરો મળી આવી છે. આ પરથી આશંકા છે કે આરોપી માત્ર એક નહીં પરંતુ અનેક છોકરીઓનું શોષણ કરતો હતો.
આવા જ એક કિસ્સામાં મુંબઈના વાશીમાં કૉમર્સ એક્ઝામ આપવા બેઠેલી 16 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હતી. આ મામલે એક શિક્ષક સામે વાશી પોલીસે ગુનો નોંધ્યો છે. આ 42 વર્ષીય શિક્ષક સામે 16 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ આ શિક્ષક જ્યાં વિદ્યાર્થિની એક્ઝામ આપવા માટે બેઠી હતી તે ક્લાસમાં સુપરવાઇઝર તરીકે ગયો હતો. પીડિતા પરીક્ષા આપી રહી હતી ત્યાં આ શિક્ષક આવ્યો હતો ત્યારે તેણે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ સમગ્ર મામલે પીડિતાની માતાએ જઈને વાશી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. આ ઘટના ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે બની. પીડિતા 11માં ધોરણની કૉમર્સની સ્ટુડન્ટ છે, તે કૉલેજના એક્ઝામ રૂમમાં અંગ્રેજી ભાષાની પરીક્ષા આપી રહી હતી. જ્યારે તે પેપર લખી રહી હતી, ત્યારે આરોપી સુપરવાઇઝર તેની બાજુમાં આવીને બેન્ચ પર બેસી ગયો હતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં ખરાબ ઇશારા પણ કર્યા હતા.

