Sex Scandal Case: પ્રજ્વલ રેવન્ના SITના સવાલોના જવાબો આપવાનું ટાળી રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો નથી
પ્રજ્વલ રેવન્નાની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- પ્રજ્વલ રેવન્નાએ SITના પ્રશ્નોના આડાઅવળા જવાબ આપવાનું શરૂ કર્યું
- એનું તો કહેવું એમ થાય છે કે આ મારી વિરુદ્ધનું ષડયંત્ર છે અને મેં કંઈ ખોટું કર્યું નથી
- ભવાની રેવન્ના પણ સેક્સ સ્કેન્ડલના સંબંધમાં પૂછપરછ માટે હાજર ન રહી
કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસ (Sex Scandal Case)ને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્નાની 31 મેના રોજ બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 6 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં પણ મોકલ્યો હતો, હવે એવી માહિતી સામે આવી છે કે આ કેસમાં કથિત સેક્સ વીડિયોની પેન ડ્રાઈવ મળતા જ કર્ણાટક સરકારે સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરી છે.
પ્રજ્વલ રેવન્નાનો એસઆઈટી પ્રત્યે અસહકાર
ADVERTISEMENT
પરંતુ એવા અહેવાલ સામે આવ્યા છે કે પ્રજ્વલ રેવન્ના એસઆઈટીને તપાસ (Sex Scandal Case)માં બિલકુલ સહકાર નથી આપી રહ્યો. ઈન્ડિયા ટુડેએ સમાચાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્ના SITના સવાલોના જવાબો આપવાનું ટાળી રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો નથી. હવે SITની ટીમ આરોપી પ્રજ્વલ રેવન્નાને આજે અથવા સોમવારે ઘટનાસ્થળે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી શકે છે.
પોતે નિર્દોષ હોવાનું કહી રહ્યો છે રેવન્ના
પ્રાપ્ત અહેવાલો અનુસાર કોર્ટે પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કર્યા બાદ તેને 6 જૂન સુધીના રિમાન્ડ આપ્યા છે, ત્યારબાદ પ્રજ્વલ રેવન્નાએ SITના પ્રશ્નોના આડાઅવળા જવાબ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ પ્રજ્વલ રેવન્નાનું તો કહેવું એમ થાય છે કે આ મારી વિરુદ્ધનું ષડયંત્ર છે અને મેં કંઈ ખોટું કર્યું નથી.
છેલ્લા એક મહિના દરમિયાન તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સમગ્ર મામલે તેમના દ્વારા કોઈ ટિપ્પણી કે દલીલ કરવામાં આવી ન હતી.
પ્રજ્વલ રેવન્નાની માતા પણ નાસતી ફરે છે
પ્રજ્વલ રેવન્નાની માતા ભવાની રેવન્ના પ્રજ્વલ રેવન્ના પણ સેક્સ સ્કેન્ડલ (Sex Scandal Case)ના સંબંધમાં પૂછપરછ માટે હાજર થવાની એસઆઈટીની નોટિસને ટાળતી જોવા મળી રહી છે. ભવાની રેવન્ના, જે તેના પતિ જેડી(એસ) ધારાસભ્ય એચડી રેવન્ના અને તેમના પુત્ર સાથે જોડાયેલા અપહરણના કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં તો તેણે તપાસ ટીમને પોતાનો પૂરો સહકાર આપવાને લઇને પત્ર પણ લખ્યો હતો.
જો કે, જ્યારે ટીમે નોટિસ જારી કરીને શનિવારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી ત્યારે તે ઘરે મળી નહોતી. તપાસ ટીમે તેમની શોધખોળ કરવા માટે ઘણી મહેનત કરી હતી પણ તે મળી શકી નહોતી.
જોકે, એવા પણ અહેવાલ છે કે એસઆઈટીએ મોડી સાંજ સુધી તેના ઘરે પરત ફરવાની રાહ જોઈ હતી પણ તે પરત ફરી નહોતી. આ વચ્ચે હવે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે SIT સાથે ભવાની રેવન્નાના સહકારનો અભાવ તેની (Sex Scandal Case) કાનૂની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)