કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતાના એક `મહત્વપૂર્ણ ઐતિહાસિક` પ્રતીક `સેંગોલ` (રાજદંડ)ની પ્રથાને ફરી શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે આ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હતું.
સેંગોલ (તસવીર સૌજન્ય અમિત શાહ ટ્વિટર અકાઉન્ટ)
28મેના રોજ ભારતના બહુપ્રતિક્ષિત નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે સવારે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. તેમણે કહ્યું કે નવું સંસદ ભવન આપણાં ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, પરંપરા અને સભ્યતાને આધુનિકતા સાથે જોડવાનો સુંદર પ્રયત્ન છે. આ અવસરે એક ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત થઈ રહી છે. તેમણે જાહેરાત કરી છે કે નવા સંસદ ભવનમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.
સેંગોલ કેમ આવ્યું ચર્ચામાં?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતાના એક `મહત્વપૂર્ણ ઐતિહાસિક` પ્રતીક `સેંગોલ` (રાજદંડ)ની પ્રથાને ફરી શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે આ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હતું, શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા તામિલનાડુથી સેંગોલ પ્રાપ્ત કરશે અને તેઓ આને નવા સંસદ ભવનની અંદર મૂકશે. સેંગોલ સ્પીકરની સીટ પાસે રાખવામાં આવશે.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આ પવિત્ર સેંગોલને કોઈ સંગ્રહાલયમાં રાખવું અયોગ્ય છે. સેંગોલની સ્થાપના માટે સંસદ ભવનથી વધારે ઉપયુક્ત, પવિત્ર અને યોગ્ય સ્થળ અન્ય કોઈ ન હોઈ શકે. આથી જ્યારે સંસદ ભવન દેશને સમર્પિત થશે, તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ વિનમ્રતા સાથે તામિલનાડુથી આવેલા અધીનમથી સેંગોલનો સ્વીકાર કરશે."
તેમણે જણાવ્યું કે આ સેંગોલનું મહત્વ ખૂબ જ વધારે છે. પીએમ મોદીને જ્યારે આ વિશે ખબર પડી તો તેમણે આ વિશે વધુ માહિતી મેળવવા કહ્યું.
શું છે સેંગોલનો ઇતિહાસ?
સેંગોલ તામિલ ભાષાના શબ્દ `સેમ્મઈ`માંથી ઉદ્ભવેલો શબ્દ છે. આનો અર્થ થાય છે ધર્મ, સત્ય અને નિષ્ઠા. સેંગોલ રાજદંડ ભારતીય સમ્રાટની શક્તિ અને અધિકારનું પ્રતીક હતું.
The ‘Sengol’, represents the values of fair and equitable governance.
— Amit Shah (@AmitShah) May 24, 2023
It will shine near the Lok Sabha Speaker`s podium as a national symbol of the Amrit Kaal, an era that will witness the new India taking its rightful place in the world.#SengolAtNewParliament pic.twitter.com/4BCMkLZ3fm
સેંગોલના ઇતિહાસની માહિતી આપતા શાહે જણાવ્યું કે 14 ઑગસ્ટ 1947ના રોજ 10.45 વાગ્યાની આસપાસ લગભગ જવાહરલાલ નેહરૂએ તામિલનાડુની જનતા પાસેથી આ સેંગોલનો સ્વીકાર કર્યો હતો. આ અંગ્રેજો પાસેથી આ દેશના લોકો માટે સત્તાના હસ્તાંતરણનું સંકેત હતો. તેમણે જણાવ્યું કે આને ઈલાહાબાદના એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો અને આને નવા સંસદ ભવનમાં લાવવામાં આવશે.
આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર વિવાદ: RJD-NCPએ કર્યો બહિષ્કાર, જાણો કોણે કર્યો વિરોધ
અમિત શાહે જણાવ્યું કે સેંગોલ જેને આપવામાં આવે છે તેની પાસેથી ન્યાયસંગત અને નિષ્પક્ષ શાસન પ્રસ્તુત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભારતની સ્વતંત્રતાના સમયે આ પવિત્ર સેંગોલને પ્રાપ્ત કરવાની ઘટનાને વિશ્વભરના મીડિયાએ વ્યાપકરૂપે કવર કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ભારતને સ્વર્ણ રાજદંડ મળ્યા બાદ કલાકૃતિને એક જુલૂસ તરીકે સંવિધાન સભા હૉલમાં પણ લઈ જવામાં આવ્યો હતો.