મૈસૂરમાં વડા પ્રધાને છ જાહેર સભાને સંબોધી હતી અને એક રોડ-શો કર્યો હતો
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે અનેક વિસ્તારોમાં મેગા રોડ-શો કર્યો હતો અને ચૂંટણી રૅલીઓમાં સંબોધન કર્યું હતું. મૈસૂરમાં વડા પ્રધાને છ જાહેર સભાને સંબોધી હતી અને એક રોડ-શો કર્યો હતો. મૈસૂરમાં પીએમ મોદી તેમના સપોર્ટર્સનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે લોકોની ભીડમાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમના કાફલા તરફ મોબાઇલ ફોન ફેંકવામાં આવ્યો હતો. એ પીએમ મોદીની સામે જ પડ્યો હતો. પીએમની સિક્યૉરિટી ટીમ દ્વારા તપાસ કર્યા બાદ એમ જણાયું હતું કે ભીડમાંથી ભૂલથી કોઈએ ફૂલો ફેંકતી વખતે મોબાઇલ ફોન ફેંકાઈ ગયો હશે.