કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ ૧૨ ચિત્તા જાન્યુઆરીમાં જ આવે એવી શક્યતા છે
ફાઇલ તસવીર
સાઉથ આફ્રિકાથી બીજી બૅચમાં ૧૨ ચિત્તા ભારતમાં આવે એવી શક્યતા છે. ૧૨ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં લાવવા માટે સાઉથ આફ્રિકાની ઑથોરિટીઝ સાથેની વાતચીત ઍડ્વાન્સ સ્ટેજમાં છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ ૧૨ ચિત્તા જાન્યુઆરીમાં જ આવે એવી શક્યતા છે.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘ઍક્શન પ્લાન ફૉર રીઇન્ટ્રોડક્શન ઑફ િચત્તા ઇન ઇન્ડિયા’ અનુસાર િચત્તાની નવી વસ્તી શરૂ થાય એ માટે ૧૨થી ૧૪ જંગલી િચત્તા (આઠથી દસ નર અને ચારથી છ માદા) આદર્શ રહેશે. એને સાઉથ આફ્રિકા, નામિબિયા અને અન્ય આફ્રિકન દેશોમાંથી લાવીને વસાવી શકાય.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાને ૧૭ સપ્ટેમ્બરે તેમના બર્થ-ડેએ કુનો નૅશનલ પાર્કમાં રિલીઝ કર્યા હતા.