Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમારા મોબાઇલમાં તમે ચાઇલ્ડ પૉર્નોગ્રાફી જોતા હો કે સ્ટોર કરતા હો તો એ ક્યારે અપરાધ ગણી શકાય?

તમારા મોબાઇલમાં તમે ચાઇલ્ડ પૉર્નોગ્રાફી જોતા હો કે સ્ટોર કરતા હો તો એ ક્યારે અપરાધ ગણી શકાય?

24 September, 2024 08:56 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મદ્રાસ હાઈ કોર્ટનો ચુકાદો પલટાવીને સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા સ્પષ્ટ કરી

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


ચાઇલ્ડ સેક્સ્યુઅલ મટીરિયલને ડિજિટલ ડિવાઇસ પર જોવા અને એને સ્ટોર કરવામાં અપરાધ ક્યારે ગણી શકાય એ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જવાબ આપતાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) ઍક્ટ, ૨૦૧૨ હેઠળ આ બાબતને અપરાધ ત્યારે જ ગણી શકાય જ્યારે સંબંધિત વ્યક્તિનો ઇરાદો આવું મટીરિયલ શૅર કરવા કે પ્રસારિત કરવાનો હોય અથવા એનો ઉપયોગ કરીને વ્યવસાયિક લાભ મેળવવાનો હોય.


ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી. પારડીવાલાની બેન્ચે ગઈ કાલે મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદાને પલટાવી દીધો હતો અને પૉક્સો અધિનિયમની કલમ ૧૫ હેઠળ એને અપરાધ ઘોષિત કરવા માટે આવશ્યક ઇરાદાની ડિગ્રીની વ્યાખ્યા કરી હતી. કોર્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે આ કલમ હેઠળ ત્રણ અલગ અપરાધોનું નિર્માણ થાય છે.



કલમ ૧૫નું સબ-સેક્શન (૧) કોઈ પણ ચાઇલ્ડ અબ્યુઝ સામગ્રીને હટાવવા, નષ્ટ કરવા કે રિપોર્ટ કરવામાં નિષ્ફળતાને દંડિત કરી શકાય.કલમ ૧૫નું સબ-સેક્શન (૨) કોઈ પણ ચાઇલ્ડ પૉર્નોગ્રાફીના વાસ્તવિક પ્રસારણ, પ્રચાર, પ્રદર્શન કે વિતરણની સાથે-સાથે એને આમ કરવામાં સુવિધા આપનારને પણ દંડિત કરી શકાય.


કલમ ૧૫નું સબ-સેક્શન (૩) કોઈ પણ વ્યાવસાયિક ઉદ્દેશથી કોઈ ચાઇલ્ડ અબ્યુઝ સામગ્રીના સ્ટોરેજ કે પ્રસારણને દંડિત કરી શકાય. કોર્ટે ચાઇલ્ડ પૉર્નોગ્રાફી શબ્દના ઉપયોગની પણ નિંદા કરી હતી અને સંસદને સૂચન કર્યું હતું કે આવી સામગ્રીને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સ્પ્લોઇટેટિવ ઍન્ડ અબ્યુઝ મટીરિયલના રૂપમાં સંદર્ભિત કરવા પૉક્સો અધિનિયમમાં સુધારો લાવવો જોઈએ. કોર્ટે સૂચન કર્યું હતું કે આ સંદર્ભમાં વટહુકમ લાવીને સુધારો કરી શકાય છે, અમે તમામ કોર્ટોને પણ આદેશ આપ્યો છે કે તેમના કોઈ પણ આદેશમાં આને ચાઇલ્ડ પૉર્નોગ્રાફી તરીકે સંદર્ભિત કરવામાં આવે નહીં.

આ આદેશ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન જસ્ટ રાઇટ ફૉર ચિલ્ડ્રન અલાયન્સ દ્વારા હાઈ કોર્ટના એ ચુકાદાની અપીલમાં આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિગત રીતે ચાઇલ્ડ પૉર્નોગ્રાફી જોવી અપરાધ નથી. એ ચુકાદામાં ન્યાયાધીશ એન. આનંદ વેન્કટેશે માન્યું હતું કે કોઈના વ્યક્તિગત ઇલેક્ટ્રૉનિક ઉપકરણમાં ચાઇલ્ડ પૉર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી પૉક્સો અધિનિયમ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અધિનિયમ હેઠળ અપરાધ નથી. 


સુપ્રીમ કોર્ટે સેક્સ-એજ્યુકેશનની આવશ્યકતા પર ભાર મૂક્યો

સુપ્રીમ કોર્ટની બેન્ચે ગઈ કાલે સમસ્યાગ્રસ્ત સેક્સ્યુઅલ બિહેવિયરના મુદ્દે સ્કૂલના અભ્યાસક્રમમાં સેક્સ-એજ્યુકેશનની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘સ્ટુડન્ટ્સને સ્વસ્થ સંબંધો, સહમતીની જાણકારી અને ઉચિત વ્યવહારના મુદ્દે શિક્ષણ આપવાની જરૂર છે. ભારતમાં સેક્સ-એજ્યુકેશન વિશે ખોટી ધારણા વ્યાપક છે. માતા-પિતા અને શિક્ષકો સહિત ઘણા લોકો રૂઢિવાદી વિચાર રાખે છે એટલે સામાજિક કલંકસમા સેક્સ સંબંધો બાબતે ખૂલીને વાત કરવામાં અનિચ્છા પેદા કરે છે, પરિણામે કિશોરોમાં આ સંદર્ભના જ્ઞાનની અપૂર્ણતા રહે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારે નિષ્ણાતોની સમિતિ બનાવવી જોઈએ અને સ્કૂલમાં આવું શિક્ષણ કેવી રીતે આપી શકાય એનો સ્ટડી કરવો જોઈએ.’ 

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 08:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK