સંજીવ ખન્નાએ ગઈ કાલે ભારતના ૫૧મા ચીફ જસ્ટિસ તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
સંજીવ ખન્નાએ ગઈ કાલે ભારતના ૫૧મા ચીફ જસ્ટિસ તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો
સંજીવ ખન્નાએ ગઈ કાલે ભારતના ૫૧મા ચીફ જસ્ટિસ તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા.
ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ૧૮૩ દિવસનો રહેશે અને આશરે છ મહિના બાદ ૨૦૨૫ની ૧૩ મેએ તેઓ નિવૃત્ત થશે. ૧૯૮૩માં તેમણે લૉ પ્રૅક્ટિસ શરૂ કરી હતી. ૨૦૦૫માં તેમને દિલ્હી હાઈ કોર્ટમાં ઍડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૯માં ૧૮ જાન્યુઆરીએ તેમને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ હંસરાજ ખન્નાના તેઓ ભત્રીજા છે.