Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાયબરેલીમાં ક્રૉસિંગ પર માટી નાખીને ડમ્પર-ડ્રાઇવર નાસી ગયો

રાયબરેલીમાં ક્રૉસિંગ પર માટી નાખીને ડમ્પર-ડ્રાઇવર નાસી ગયો

Published : 08 October, 2024 11:33 AM | IST | Raebareli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાથી અકસ્માત ટળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રઘુરાજ સિંહ સ્ટેશન પાસે રેલવે-ક્રૉસિંગ પર રવિવારે રાતે એક ડમ્પર-ડ્રાઇવર માટી ભરેલું ડમ્પર ખાલી કરીને નાસી ગયો હતો. જોકે પૅસેન્જર ટ્રેનના સતર્ક ડ્રાઇવરની સમયસૂચકતાથી રેલવે-અકસ્માત ટળી ગયો હતો. તેણે સમયસર ટ્રેન રોકી દીધી હતી અને પાટા પરથી માટી હટાવીને ટ્રેન આગળ લીધી હતી. આમાં ત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો.


પ્રાથમિક જાણકારી મુજબ ગંગા એક્સપ્રેસવેનું બાંધકામ ચાલી રહ્યું છે અને એમાં માટી નાખવાનું કામ કરતા ડમ્પર-ડ્રાઇવરે આવી હરકત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભમાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 11:33 AM IST | Raebareli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK