દિલ્હીના કરતાર નગરમાં ગઈ કાલે ત્રીજી સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સહિત દેશના મુખ્ય ૫૦-૬૦ સંતો, કથાવાચકો, સાધુ-સાધ્વીઓ અને ૧૦૦૦ જેટલા સનાતનીઓએ હાજરી આપી હતી
દિલ્હીમાં યોજાઈ સનાતન ધર્મ સંસદ
દિલ્હીના કરતાર નગરમાં ગઈ કાલે ત્રીજી સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સહિત દેશના મુખ્ય ૫૦-૬૦ સંતો, કથાવાચકો, સાધુ-સાધ્વીઓ અને ૧૦૦૦ જેટલા સનાતનીઓએ હાજરી આપી હતી. સંસદનું આયોજન કરનાર કથાકાર દેવકીનંદન ઠાકુરે વક્ફ બોર્ડની જેમ જ સનાતન બોર્ડનું ગઠન કરવામાં આવે એવી માગણી કરી હતી. એ સિવાય શ્રીકૃષ્ણ જન્મભૂમિને પણ મુક્ત કરાવવામાં આવે એવી બે મુખ્ય માગણી કરાઈ હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે સનાતન ધર્મને માનનારો જ ભારતનો મૂળ નિવાસી છે; બધાને રહેવાનો અધિકાર છે એ અલગ વાત છે, પણ અમારા પર આક્રમણ કરવાનો કોઈને અધિકાર નથી.