રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સજાતીય લગ્નોના મામલે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
સમલખા (હરિયાણા) : સજાતીય લગ્નનો મુદ્દો અદાલતમાં છે. દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી એના વિશે એક સ્ટેટમેન્ટ આવ્યું છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ ગઈ કાલે કહ્યું હતું કે આરએસએસ સજાતીય લગ્નો વિશે કેન્દ્ર સરકારના વલણથી સંમત છે. તેમણે દાવો કર્યો છે કે મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે.
હરિયાણાના સમલખામાં આયોજિત આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક દરમ્યાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મૅરેજ કોઈ સમજૂતી નથી, પરંતુ સંસ્કાર છે અને સંઘ સમાજ અનુસાર વાત કરે છે. આપણા કલ્ચર અને વિચારોમાં મૅરેજ માત્ર મજા માટે નથી, એ એક સંસ્થા છે.’
ADVERTISEMENT
વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપવાની માગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે એ પર્સનલ લૉ અને સ્વીકાર્ય સામાજિક મૂલ્યોના નાજૂક સંતુલનને સંપૂર્ણપણે તોડી નાખશે.