કેન્દ્રએ હવે સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપનારી સંબંધિત અરજીઓને લઈને નવી અરજીઓ સાથે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
સુપ્રીમ કૉર્ટે (Supreme Court) સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપનારી અરજીઓ પર સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠનું ગઠન કરી દીધું છે. આ સંવિધાન પીઠ 18 એપ્રિલથી આ મામલે સુનાવણી કરશે, પણ તે પહેલા જ કેન્દ્ર સરકારે મોટું પગલું લીધું છે. કેન્દ્રએ હવે સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપનારી સંબંધિત અરજીઓને લઈને નવી અરજીઓ સાથે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતાને લઈને કેન્દ્રએ કહ્યું છે કે આ સુપ્રીમ કૉર્ટ માટે નિર્ણય લેવાનો મુદ્દો નથી અને સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવી સુપ્રીમ કૉર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. કેન્દ્રએ કહ્યું કે ન્યાયિક અધિનિર્ણયના માધ્યમે સમલૈંગિક વિવાહને માન્યતા ન આપી શકાય, આ વિદાયિકાના ક્ષેત્રમાં આવે છે.
ADVERTISEMENT
કેન્દ્રની દલીલ
કેન્દ્ર દ્વારા નવી અરજીઓમાં સર્વોચ્ચ ન્યાયાલયમાંથી અરજીઓની સુનાવણી પર નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું. કેન્દ્રએ સુપ્રીમ કૉર્ટને કહ્યું, મામલેની સુનાવણી પહેલા અરજીઓ પર નિર્ણય કરી શકે છે કે આને સુનાવણી કરી શકાય છે કે નહીં? કેન્દ્રએ કહ્યું, `સેમ સેક્સ મેરેજ (સમલૈંગિકતા) એક અર્બન એલીટિસ્ટ કૉન્સેપ્ટ છે. જેનો દેશના સામાજિક લોકોચાર સાથે કોઈ સંબંધ નથી. અરજીકર્તા શહેરી અભિજાત વર્ગના વિચારોને આગળ વધારી રહ્યા છે. એક સંસ્થા તરીકે વિવાહને માત્ર વિધાયિકા દ્વારા માન્યતા આપી શકાય છે. સમલૈંગિક વિવાહનો કાયદાકીય માન્યતા આપતાં પહેલા વિધાયિકાને શહેરી, ગ્રામીણ, અર્ધ ગ્રામીણ બધા વિચારો પર વિચાર કરવાનો રહેશે.`
વિધાયિકાનું કામ છે કાયદો ઘડવાનું
સુપ્રીમ કૉર્ટને મોકલવામાં આવેલ અરજીમાં કેન્દ્રએ કહ્યું, "અધિકારોનું નિર્માણ ફક્ત વિધાયિકા દ્વારા કરવામાં આવી શકે છે, ન્યાયપાલિકા દ્વારા નહીં. સુપ્રીમ કૉર્ટ પહેલા અરજીઓની વિચારણીયતા પર નિર્ણય કરી શકે છે. અરજીકર્તાએ એક નવી વિવાહ સંસ્થાના નિર્માણની માગ કરી છે, જે અનેક કાયદાઓ હેઠળ વિવાહની અવધારણાથી અલગ છે. વિવાહ એક એવી સંસ્થા છે જેને માત્ર સક્ષમ વિધાયિકા દ્વારા માન્યતા આપી શકાય છે કે કાયદાકીય માન્યતા આપી શકાય છે. વિધાયિકાને વ્યાપક વિચારો અને બધા ગ્રામીણ, અર્ધ ગ્રામીણ અને શહેરી આબાદીનો અવાજ, ધાર્મિક સંપ્રદાયો અને વ્યક્તિગત કાયદાની સાથે-સાથે વિવાહના ક્ષેત્રને નિયંત્રિત કરનારા રીતિ-રિવાજોને ધ્યાનમાં રાખવાનું રહેશે."
કૉર્ટે બનાવી ખંડપીઠ
સમલૈંગિક વિવાહ એટલે કે Same Sex Marriageને કાયદાકીય માન્યતા આપનાપી અરજીવાળી 15 અરજીઓ સુપ્રીમ કૉર્ટમાં દાખલ થઈ હતી. આ અરજીઓ પર કેટલાક દિવસ પહેલા સુનાવણી માટે ચીફ જસ્ટિસની આગેવાનીવાળી ત્રણ જજની પીઠે આ મામલે સુનાવણી 5 જજની સંવિધાન પીઠ સામે કરવાની ભલામણ કરી હતી. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની પીઠે કહ્યું હતું કે આ એક મૌલિક મુદ્દો છે. અમને લાગે છે કે એ યોગ્ય રહેશે કે સંવિધાનની વ્યાખ્યા સાથે જોડાયેલા આ કેસને 5 જજની પીઠ સામે સંવિધાનના અનુચ્છેદ 145 (3)ના આધારે નિર્ણય માટે મોકલવામાં આવે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડમાં હીટવેવથી 11ના મોત, CM દ્વારા 5 લાખ રૂ. વળતરની જાહેરાત
મુસ્લિમ સંગઠનોએ પણ કર્યો વિરોધ
તો મુસ્લિમ સંગઠનોએ માન્યતા આપનારી અરજીઓને ફગાવવા માટે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પહેલા જમીયત ઉલેમા-એ-હિંદ અને પછી મુસ્લિમ નિકાયે સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્ય આપવાનો વિરોધ કર્યો હતો. તેલંગણા મરકજી શિયા ઉલેમા કાઉન્સિલે સમયલૈંગિક વિવાહનો વિરોધ કરતા કહ્યું હતું કે આ સમલૈંગિક વિવાહની અવધારણા જ પશ્ચિમી ભોગવાદી સંસ્કૃતિનો ભાગ છે. ભારતના સામાજિક તાણા-વાણા માટે આ વિચાર અનુપયુક્ત છે.