ઉત્તર પ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયાઉર રહમાન બર્કને વીજળીચોરી બદલ ૧ કરોડ ૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે
સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયાઉર રહમાન બર્ક
ઉત્તર પ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયાઉર રહમાન બર્કને વીજળીચોરી બદલ ૧ કરોડ ૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સંસદસભ્યના ઘરેથી વીજચોરી પકડાઈ છે. સંભલમાં હાલમાં મસ્જિદના સર્વેના મામલે હિંસા થઈ એ પછી પ્રશાસને આદરેલી તપાસમાં આ વીજચોરી પકડાઈ છે.
ઘરમાં AC, ડીપ ફ્રીઝર, ગીઝર બધું હોવા છતાં આ સંસદસભ્યના ઘરે ૮ મહિનામાં એક પણ યુનિટનો વીજવપરાશ નથી થયો એવું મીટર-રીડિંગમાં દેખાતું હતું.