સાંઈબાબા મુસ્લિમ હતા એવી દલીલ કરીને હિન્દુ સંગઠનોએ શરૂ કરી ઝુંબેશ, ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બડા ગણેશ મંદિર સહિતનાં આશરે ૧૪ હિન્દુ મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓને હટાવવામાં આવી હતી અને બીજાં ૨૮ મંદિરોમાંથી એને હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બડા ગણેશ મંદિર સહિતનાં આશરે ૧૪ હિન્દુ મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓને હટાવવામાં આવી હતી અને બીજાં ૨૮ મંદિરોમાંથી એને હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અજય શર્માના નેતૃત્વ હેઠળની સનાતન રક્ષક સેના દ્વારા ચલાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હિન્દુ સંગઠનો એમ જણાવી રહ્યાં છે કે સાંઈબાબા મુસ્લિમ હતા અને તેમને સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ સંસ્થાઓએ દલીલ કરી હતી કે અમે સાંઈબાબાની ભક્તિનો વિરોધ કરતા નથી, અમારી માગણી એટલી જ છે કે અમે મંદિરોમાં તેમની મૂર્તિઓ રાખવા નહીં દઈએ, સુપ્રીમ કોર્ટના ઑર્ડરમાં પણ સાંઈબાબાનો ઉલ્લેખ ચાંદબાબા તરીકે થયો છે. આ મુદ્દે ચર્ચાવિચારણા બાદ રવિવારે સાંઈબાબાની મૂર્તિઓ મંદિરોમાંથી હટાવાઈ હતી.