યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંબંધમાં મોદીએ વધુ એક વખત પુતિનને લશ્કરી ઉપાયને બદલે વાતચીત અને ડિપ્લોમસીના માર્ગે વળવા જણાવ્યું હતું
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે એક ટેલિફોનિક વાતચીત દરમ્યાન એનર્જી, વેપાર, ડિફેન્સ અને સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચેના સહકારની સમીક્ષા કરી હતી. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંબંધમાં મોદીએ વધુ એક વખત પુતિનને લશ્કરી ઉપાયને બદલે વાતચીત અને ડિપ્લોમસીના માર્ગે વળવા જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ રશિયન પ્રેસિડન્ટને ભારતની અધ્યક્ષતા હેઠળના G20 અને એની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું હતું કે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સમિટ દરમ્યાન સમરકંદમાં આ બન્ને નેતાઓની મીટિંગ બાદ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ વાતચીત થઈ હતી.
નોંધપાત્ર છે કે થોડા દિવસ પહેલાં જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદી આ વર્ષે વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે રશિયા નહીં જાય.