Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરમાં ગોઝારો અકસ્માત: વૈષ્ણોદેવી જતી બસ પૂલમાં ખાબકી,10ના મોત, 59 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ગોઝારો અકસ્માત: વૈષ્ણોદેવી જતી બસ પૂલમાં ખાબકી,10ના મોત, 59 ઘાયલ

Published : 30 May, 2023 10:46 AM | Modified : 30 May, 2023 10:57 AM | IST | Jammu
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જમ્મુ-શ્રીનગર (Jammu Kashmir)નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે એક મોટો રોડ અકસ્માત (Jammu Kashmir Accident)થયો હતો. અહીં એક બસ પૂલ પરથી નીચે ખાબકી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ-શ્રીનગર (Jammu Kashmir)નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે એક મોટો રોડ અકસ્માત (Jammu Kashmir Accident)થયો હતો. અહીં એક બસ પૂલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 59 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જમ્મુની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાલી રહી છે. માહિતી અનુસાર, છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે જીએમસી જમ્મુમાં સારવાર દરમિયાન માત્ર ચારના મોત થયા હતા. મૃતકોમાં બસ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી વૈષ્ણોદેવી (કાત્રાદ) જઈ રહી હતી. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. તમામ બિહારની રાજધાની પટનાના રહેવાસી હોવાનું કહેવાય છે. બસ નેશનલ હાઈવે-44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને બ્રિજ પરથી નીચે પડી.આ અકસ્માત જમ્મુ જિલ્લાથી લગભગ 15 કિમી દૂર ઝજ્જર કોટલી પાસે થયો હતો.




આ પણ વાંચો: IPL 2023 Final: હરખમાંને હરખમાં ધોનીએ જાડેજાને એવો તેડ્યો કે... જુઓ વીડિયો


CRPF ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. CRPF, પોલીસ અને અન્ય ટીમો પણ અહીં છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા. તેઓ કદાચ કટરા જવાનો રસ્તો ભૂલી અહીં પહોંચ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2023 10:57 AM IST | Jammu | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK