Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Tej Pratap Yadav Hospitalised : હોસ્પિટલમાં ભરતી તેજ પ્રતાપ યાદવ, અચાનક દુઃખ્યું છાતીમાં

Tej Pratap Yadav Hospitalised : હોસ્પિટલમાં ભરતી તેજ પ્રતાપ યાદવ, અચાનક દુઃખ્યું છાતીમાં

15 March, 2024 05:39 PM IST | Bihar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Tej Pratap Yadav Hospitalised : તેજ પ્રતાપ યાદવની તબિયત લથડતા જ તેઓને તાત્કાલિક રાજેન્દ્ર નગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેજ પ્રતાપ યાદવની હોસ્પિટલમાં ભરતી થયાની તસવીર (સૌજન્ય: એક્સ)

તેજ પ્રતાપ યાદવની હોસ્પિટલમાં ભરતી થયાની તસવીર (સૌજન્ય: એક્સ)


કી હાઇલાઇટ્સ

  1. ડોક્ટરોની ટીમ તેજ પ્રતાપ યાદવ પર ખાસ નજર રાખી રહી છે
  2. તેમણે ગુરુવારે બિહારના બક્સર જિલ્લાની મુલાકાત લીધી હતી
  3. 9 મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હોય

અત્યારે બિહારથી લાલુ પ્રસાદના પરિવાર સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહાગઠબંધન સરકારમાં પૂર્વ મંત્રી અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની તબિયત અચાનક બગડી (Tej Pratap Yadav Hospitalised) ગઈ છે. તેજ પ્રતાપ યાદવ મહાગઠબંધન સરકારમાં બિહારમાં વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ બિહારના સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલમાં તેજ પ્રતાપ યાદવ બિહારની હસનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 


તેજ પ્રતાપ યાદવની તબિયત લથડતા જ તેઓને તાત્કાલિક રાજેન્દ્ર નગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ (Tej Pratap Yadav Hospitalised) કરવામાં આવ્યો હતો. હાલમાં ડોક્ટરોની ટીમ તેજ પ્રતાપ યાદવ પર ખાસ નજર રાખી રહી છે. 



શું થયું હતું? અચાનક શું થયું તેજ પ્રતાપ યાદવને?


પ્રાપ્ત અહેવાલો અનુસાર એવી માહિતી મળી રહી છે કે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે ગુરુવારે બિહારના બક્સર જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કૃષ્ણ બ્રહ્મામાં જ્ઞાન બિંદુ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે તો તેજ પ્રતાપ યાદવ તેમના ઘરે જ હતા. ઘરમાં જ અચાનક તેમની તબિયત લથડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લો બીપીના કારણે તેજ પ્રતાપને છાતીમાં ભારે દુખાવો થવા લાગ્યો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પણ થવ અળગી હતી. આ જ કારણોસર તેઓને તાત્કાલિક કાંકરબાગ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં (Tej Pratap Yadav Hospitalised) આવ્યો હતો. જય તેમની સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર તબીબોની ટીમ તેજ પ્રતાપ યાદવ પર અત્યારે નજર રાખી રહી છે. 


હોસ્પિટલમાંથી આવી છે આ તસવીર

હોસ્પિટલમાંથી તેની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેજ પ્રતાપ મોંમાં ઓક્સિજન માસ્ક પહેરેલા જોવા મળે છે. હોસ્પિટલના સૂત્રોનું માનીએ તો તેજ પ્રતાપ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં ઓક્સિજન આપવામાં આવ્યો છે. 

આ પહેલા પણ તેની તબિયત લથડી ગઈ હતી 

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જુલાઈ 2023માં પણ તેજ પ્રતાપની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યારબાદ તેને પટનાના કાંકરબાગ સ્થિત મેડીવર્સલ હોસ્પિટલમાં દાખલ (Tej Pratap Yadav Hospitalised) કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે, થોડો સમય સારવાર લીધા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી મહિતી અનુસાર 9 મહિનામાં આ બીજી વખત છે જ્યારે લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને આ રીતે કોઈ કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેજ પ્રતાપ યાદવને છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 05:39 PM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK