કલ્યાણની રહેવાસી એક મા અને તેમની સગીર દીકરી ઉત્તરાખંડના ઋષિકેશમાં ફરવા ગઈ હતી. આ દરમિયાન મહિલાની એક સહેલી પણ હાજર રહી હતી. આ ત્રણેય ઋષિકેશ વિસ્તારમાં ફર્યા.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
કલ્યાણની રહેવાસી એક મા અને તેમની સગીર દીકરી ઉત્તરાખંડના ઋષિકેશમાં ફરવા ગઈ હતી. આ દરમિયાન મહિલાની એક સહેલી પણ હાજર રહી હતી. આ ત્રણેયે ઋષિકેશ વિસ્તારમાં ભ્રમણ કર્યું. પછીથી એક હોટેલમાં માતાની સહેમતિથી તે વ્યક્તિએ સગીર છોકરીને પાણીમાં નશીલા પદાર્થ પીવડાવી દીધો. તક ઝડપીને તેનો ફાયદો ઉઠાવીને સહેલીએ છોકરીને છેડછાડ કરી અને તેનું યૌન શોષણ કર્યું.
પીડિત છોકરીના પિતાને જેવી આ વાતની માહિતી મળી, તેને ખડકપાડા થાણામાં પોતાની પત્ની અને તેની સહેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બાળ યૌન શોષણ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. આ બધું ઉત્તરાખંડના ઋષિકેશના લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું. આથી કલ્યાણ પોલીસે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના તમામ દસ્તાવેજો ઉત્તરાખંડને વધુ તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહિલાના પતિએ આ મામલે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું કે મહિલા અને તેની સગીર પુત્રી ઉત્તરાખંડના ઋષિકેશ લક્ષ્મણ ઝુલા વિસ્તારમાં ફરવા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક મિત્ર ત્યાં આવ્યો હતો. ત્રણેય જણા ત્યાં રહેવા માટે એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં રોકાણ દરમિયાન મહિલાના મિત્રએ મહિલા સાથે મળીને સગીર યુવતીને નશો પીવડાવ્યો હતો. ત્યાર બાદ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે છોકરી હોશમાં આવી ત્યારે તેને સમજાયું કે તેની સાથે શું થયું છે. જ્યારે પીડિત છોકરીને ખબર પડી કે તેની માતાની હાજરીમાં તેનું યૌન શોષણ થયું છે તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ. ત્યારબાદ તેણે તેના પિતાને તમામ વાત જણાવી, જેમણે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી. ખડકપાડા પોલીસ સ્ટેશનના લેડી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર એએન ખાસ્તે કેસની તપાસ કરી રહ્યા છે. ઉત્તરાખંડ પોલીસ અને ખડકપાડા પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરશે.
બળાત્કારની અન્ય ઘટના
જયનગર બળાત્કાર-હત્યા કેસમાં પોલીસે POCSO એક્ટ ઉમેર્યો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું મળ્યું?
તાજેતરમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં એક બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ સ્થાનિક પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી, પરિસરમાં હાજર વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી ન કરી હોવાનો લોકોનો આક્ષેપ છે.
પશ્ચિમ બંગાળ પોલીસે જયનગરમાં 10 વર્ષીય સગીર પર બળાત્કાર અને હત્યા મામલે પૉક્સો એક્ટ પણ સામેલ કરી લીધું છે. પોલીસ સૂત્રો પ્રમાણે, એફઆઈઆરમાં પૉક્સોની કલમ 6ને પણ જોડી દીધી છે. કલ્યાણીના જેએનએમ હૉસ્પિટલમાં મૃતકાનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું. કોલકાતા હાઈકૉર્ટના આદેશ પ્રમાણે, AIIMSના ડૉક્ટર્સે પોસ્ટમાર્ટમ કર્યું. પોલીસ સૂત્રો પ્રમાણે, શરૂઆતમાં પોસ્ટમાર્ટમ રિપૉર્ટ પરથી ખબર પડે છે કે મૃત્યુનું કારણ ગળું દાબવાનું હતું અને જનનાંગમાં પણ ઈજાઓ મળી આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હૉસ્પિટલ દ્વારા પોસ્ટમાર્ટમ કર્યા બાદ, સગીર છોકરીનો મૃતદેહ પોલીસે તેના પરિવારને સોંપી દીધો છે.