મુખ્ય પ્રધાનની રેસમાં અન્ય બે ઉમેદવારોનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું કે જેમાં દલિત નેતા મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ઉત્તમ કુમાર રેડ્ડીના નામનો સમાવેશ થાય છે
રેવંથ રેડ્ડી
નવી દિલ્હીઃ તેલંગણમાં કૉન્ગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત અપાવવા માટેના કૅમ્પેનનું નેતૃત્વ સંભાળનારા રેવંથ રેડ્ડી હવે આ રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. વરિષ્ઠ કૉન્ગ્રેસ નેતા કેસી વેણુગોપાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે શપથવિધિ ગુરુવારે યોજાશે. મુખ્ય પ્રધાનની રેસમાં અન્ય બે ઉમેદવારોનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું કે જેમાં દલિત નેતા મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ઉત્તમ કુમાર રેડ્ડીના નામનો સમાવેશ થાય છે. નેતાઓએ એ પ્રકારે પણ દલીલ કરી હતી કે પાર્ટીએ વર્ષો સુધીની પ્રામાણિકતાને ધ્યાનમાં લેવી જોઈએ.