પીએમની એક ક્લિપને શૅર કરીને સવાલ કર્યો હતો કે ‘ચાલો જોઈએ હવે અદાલત કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.’ આ જૂની ક્લિપમાં પીએમ રાજ્યસભાના અધ્યક્ષને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મારી પ્રાર્થના છે કે રેણુકાજીને કંઈ પણ ન કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ગુજરાતમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષ જેલની સજા કર્યા બાદ કૉન્ગ્રેસનાં નેતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૮માં સંસદમાં ‘શૂર્પણખા’ કમેન્ટ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરશે. તેમણે પીએમની એક ક્લિપને શૅર કરીને સવાલ કર્યો હતો કે ‘ચાલો જોઈએ હવે અદાલત કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.’ આ જૂની ક્લિપમાં પીએમ રાજ્યસભાના અધ્યક્ષને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મારી પ્રાર્થના છે કે રેણુકાજીને કંઈ પણ ન કરો. ‘રામાયણ’ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું આજે સૌભાગ્ય મળ્યું છે.’