Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આરક્ષણ બાબતે સ્વામી રામભદ્રાચાર્ય મહારાજનાં આકરાં વેણ

આરક્ષણ બાબતે સ્વામી રામભદ્રાચાર્ય મહારાજનાં આકરાં વેણ

Published : 15 November, 2024 10:20 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકીય નેતાઓ સમાજને નાની-નાની જાતિઓમાં વિભાજિત કરી રહ્યા છે; જો સરકારોમાં દમ હોય તો આર્થિક આધાર પર આરક્ષણ લાવે, જાતિપ્રથા સમાપ્ત થઈ જશે; બધા હિન્દુ એક છે

સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ

સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ


વિખ્યાત કથાવાચક સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ જોઈ નથી શકતા, પણ પોતાની તેજસ્વી અને પ્રખર વાણી તથા વેદ અને શાસ્ત્રોના અથાગ જ્ઞાનને કારણે તેમના વિચારોમાં દૂરદૃષ્ટિ છે. જયપુરમાં વિદ્યાનગર સ્ટેડિયમમાં આયોજિત રામકથામાં બુધવારે કથાના સાતમા દિવસે રામ-ભરત મિલાપનો પ્રસંગ સંભળાવતાં સ્વામીજીએ આરક્ષણના મુદ્દે તેમના વિચારણીય અને સ્ફોટક વિચાર રજૂ કર્યા હતા. તેમના શબ્દોમાં વાંચો...


આજે નાની-નાની જાતિઓમાં આપણા રાજકીય નેતાઓ સમાજને વિભાજિત કરી રહ્યા છે. મેં તેમને કહ્યું છે કે સરકારમાં જો દમ હોય તો જાતિના આધારે આપવામાં આવતા આરક્ષણને બંધ કરવામાં આવે. આર્થિક આધાર પર આરક્ષણ હોવું જોઈએ, એમ થતાં જાતિપ્રથા આપોઆપ સમાપ્ત થઈ જશે. કોઈ શેડ્યુલ્ડ કાસ્ટ (SC), શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST) કે અધર બૅકવર્ડ ક્લાસ (OBC) નથી; બધા હિન્દુ છે, બધા ભારતીય છે. આર્થિક આધારે આરક્ષણ કરી દો. જોઈ લેજો, થોડા દિવસ બાદ આ થશે ત્યારે આ જાતિવાળું ગૃહયુદ્ધ પોતાની મેળે સમાપ્ત થઈ જશે. શું અમે સવર્ણ તરીકે જન્મ લઈને પાપ કર્યું છે? સવર્ણનું બાળક ૧૦૦ ટકા લાવવા છતાં જૂતાંની સિલાઈ કરે, જ્યારે SCનું બાળક ૪ ટકા લાવીને કલેક્ટર બની જાય. આ રીતે દેશ કેમ ચાલશે? પ્રતિભામાં આરક્ષણ ન હોવું જોઈએ. હમણાં નહીં તો થોડા દિવસ બાદ આમ થશે ત્યારે આ જાતિ આધારિત યુદ્ધ પોતાની રીતે જ સમાપ્ત થઈ જશે. આપણે ત્યાં હિન્દુઓમાં કોઈ અસ્પૃશ્ય નથી, કોઈ અછૂત નથી. ચારેચાર વર્ણ ભગવાનની રચના છે; બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભગવાનની ભુજા છે, વૈશ્ય ભગવાનની પલથી છે, શુદ્ર ભગવાનનાં ચરણ છે. તો તમે બતાવો કે શુદ્ર અપવિત્ર કેવી રીતે થઈ ગયા? આપણે કોઈને પ્રણામ કરીએ છીએ તો આપણે આપણું માથું ચરણ પર લગાવીએ છીએ. આપણી સરકાર બોલે છે પૂજ્ય ચરણ, કોઈ પૂજ્ય મુખ નથી બોલતું. હું કર્મકાંડીઓને સીધો પ્રશ્ન કરું છું કે જ્યારે ભગવાનના ચરણમાંથી નીકળીને ગંગાજી સૌથી પવિત્ર નદી બની ગઈ તો એવા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈને શુદ્ર અછૂત કેવી રીતે બની ગયા? વેદોનો અભ્યાસ નહીં કરાવવાને કારણે આ બધી ખોટી વાતો કહેવામાં આવી. અમારા આર્દ્ર રામાનંદાચાર્યજીએ ૨૫ લાખ હિન્દુઓનું એકસાથે પરિવર્તન કરાવ્યું હતું. હું વર્તમાનમાં ચતુર્થ રામાનંદાચાર્ય છું. હું આચાર્ય ચરણને વચન આપું છું કે અમે એવો કોઈ પ્રયત્ન કરીશું જેનાથી ભારતમાં ૮૦ ટકા હિન્દુઓ થઈ જશે, ત્યારે બધું બરાબર થશે. બધાનો ઉપાય છે. વધારે બાળકો પેદા કરવાની આવશ્યકતા નથી. બધા આપણાથી વિખૂટા પડી ગયા છે. વિખૂટા પડેલા હિન્દુઓ પાછા આવશે. ફરી એક વાર આપણે સૌને પાછા લાવીશું.



 


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2024 10:20 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK