આખી ઘટનામાં તાતા સમૂહના ચેરમેન એન ચંદ્રશેખરે રવિવારે સ્વીકાર્યું હતું કે દારૂના નશામાં એક પ્રવાસી દ્વારા એક મહિલા સહયાત્રી પર કહેવાતી રીતે પેશાબ કરવાની ઘટના પર ઍર ઈન્ડિયાની પ્રતિક્રિયા `વધારે ઝડપી` હોવી જોઈતી હતી.
પ્રતીકાત્મક તસવીર
પ્રવાસી સાથે અશોભનીય વ્યવહાર કરવાની બે ઘટનાને લઈને નિયામક DGCAએ ઍર ઈન્ડિયાને (Air India) નોટિસ પાઠવી છે. ડીજીસીએ તરફથી ઍર ઈન્ડિયાને કહ્યું કે સમય રહેતા તમારા દ્વારા એક્શન કેમ ન લેવામાં આવી. તો આખી ઘટનામાં તાતા સમૂહના ચેરમેન એન ચંદ્રશેખરે રવિવારે સ્વીકાર્યું હતું કે દારૂના નશામાં એક પ્રવાસી દ્વારા એક મહિલા સહયાત્રી પર કહેવાતી રીતે પેશાબ કરવાની ઘટના પર ઍર ઈન્ડિયાની પ્રતિક્રિયા `વધારે ઝડપી` હોવી જોઈતી હતી.
જણાવવાનું કે પહેલી ઘટના 26 નવેમ્બર 2022ના થઈ હતી જ્યારે ઍર ઈન્ડિયાની ન્યૂયૉર્ક-નવી દિલ્હી ફ્લાઈટની `બિઝનેસ શ્રેણી`માં જતા એક નશામાં ધૂત પ્રવાસીએ 70 વર્ષની એક મહિલા સહયાત્રી પર કહેવાતી રીતે પેશાબ કર્યો હતો.
ADVERTISEMENT
આ પહેલા પણ વિમાનન નિયામક તરફથી ઍરલાઈન કંપનીઓને `અનિયંત્રિત` પ્રવાસીઓનો સામનો કરવા અને તેમને અટકાવવાને લઈને નિર્દેશ જાહેર કર્યા હતા. નિયામક નાગર વિમાનના મહાનિદેશાલય (DGCA) તરફથી કહેવામાં આવ્યું છે કે ઍરલાઈન્સ તરફથી અપ્રિય ઘટનાઓને લઈને કાર્યવાહી ન કરવા, યોગ્ય કાર્યવાહી ન કરવી, ભૂલને કારણે ઍર ટ્રાવેલની છબિ બગડી છે. પાયલટ ઈન કમાન્ડ આ વાત થવાને માટે જવાબદ છે કે શું કેવિન ક્રૂ કોઈ સ્થિતિને નિયંત્રિત કરી શકે છે અને તેને અનુરૂપ આગળની કાર્યવાહી માટે ઍરલાઈનના સેન્ટ્રલ કન્ટ્રોલને સૂચના પાઠવી શકે છે.
તાતા સમૂહના સ્વામિત્વવાળી ઍર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને આ ઘટના માટે માફી માગી અને કહ્યું કે ચાલક દળના ચાર સભ્યો તથા એક પાયલટને તપાસ પૂરી થવા સુધી ડ્યૂટિ પરથી ખસેડી દેવામાં આવ્યો છે તથા ઍરલાઈન વિમાનમાં શરાબ પીરસવાની પોતાની નીતિની સમીક્ષા કરી રહી છે.
આ પણ વાંચો : હવે ઈન્ડિગોમાં પણ મહિલા સુરક્ષિત નહીં, નશામાં ધૂત શખ્સોએ કરી એર હોસ્ટેસની છેડતી
ઘટનાનો સામનો યોગ્ય રીતે ન કરવાને લઈને વિવાદો વચ્ચે વિલ્સને એક નિવેદનમાં કહ્યું કે ઍરલાઈન આ મામલે યોગ્ય રીતે પગલાં લઈ શકતી હતી અને તેમને અયોગ્ય વર્તનની ફરિયાદ કરવા માટે મજબૂત તંત્ર બનાવવાનો વાયદો પણ કર્યો. તેમણે કહ્યું, "ઍર ઈન્ડિયા ફ્લાઈટ દરમિયાન આવી ઘટનાઓને લઈને ખૂબ જ ચિંતિત છે જ્યાં પ્રવાસીઓને અમારા વિમાનમાં પોતાના સહયાત્રીઓના નિંદનીય કૃત્ય સહેવા પડ્યા છે. અમે આ ઘટનાથી દુઃખી છીએ તથા માફી માગીએ છીએ."